- (Gujarat) રાજ્ય સરકારે ગુજરાતમાં આવતી કાલે 8 જૂનથી મંદિરો સહિતનાં ધર્મસ્થાનો ખોલવાની મંજૂરી આપી છે.
- રૂપાણી સરકારે એવો પણ નિર્ણય લીધો છે કે, કોરોના સંક્રમણની સ્થિતિમાં હજુ જૂન અને જુલાઈ સુધી મંદિરોમાં કોઈ ઉત્સવને કે કાર્યક્રમનેમંજૂરી આપવામાં નહિ આવે.
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતાકરતાકહ્યું છે કે, મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે.
- ગાંધીનગરમાં શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં રાજ્યમાં મંદિર, દેરાસર સહિતના ધર્મ સ્થાનો આસ્થા કેન્દ્રોને ભારત સરકારની ગાઈડ લાઇન્સ મુજબ કેટલાક નિયમોને અંતર્ગત રહીને દર્શન માટે ખુલ્લા મૂકવા અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
- આ બેઠકમાં જિલ્લા મુખ્યમથકો ખાતેથી અલગ અલગ ધર્મના આગેવાનો, સંતો, મહંતો, ધર્મગિરૂઓ પણ જોડાયા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News