Gujarat intern doctors

Gujarat intern doctors

ગુજરાતના સરકારી હૉસ્પિટલના ઈન્ટર્ન ડોકટર્સ (Gujarat intern doctors) છેલ્લા માર્ચ મહિનાથી કોવિડ ડ્યુટીમાં લાગેલા છે. અન્ય રાજ્યો કરતા ગુજરાતની સરકારી મેડિકલ કોલેજમાં MBBS ઈન્ટર્નનું સ્ટાઈપેન્ડ ઓછું હોવા મામલે ડોકટર્સે 14 ડિસેમ્બરથી કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.

સરકારી હૉસ્પિટલમાં ફરજ બજાવતા MBBS ઈન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઈપેન્ડ વધારવા સરકારને અરજી કરી છે. ડોક્ટર્સે જણાવ્યું કે, મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્હી કરતા ગુજરાતમાં સ્ટાઈપેન્ડ ઓછું આપવામાં આવે છે. અહીં ઇન્ટર્નશીપ કરતા ડોક્ટરને માત્ર 12,800 રૂપિયા આપવામાં આવે છે.

આ પણ જુઓ : અમદાવાદમાં મહિલા સહિત 11 શખ્સોએ વેજલપુર પોલીસને જાહેરમાં માર માર્યો

14મી ડિસેમ્બરે રાજ્યના કોવિડમાં ડ્યુટી કરતા 800 MBBS ડોકટર્સની હડતાળનું એલાન કર્યું છે. આ હડતાળમાં અમદાવાદના 300 તબીબો પણ જોડાશે. 15-20 દિવસથી રજુઆત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય કમિશનર અને આરોગ્ય સચિવને કરી છે.  જે મામલે હવે 14મીથી તબીબો હડતાળ પર જશે. દરેક સરકારી કોલેજમાં ઈન્ટર્ન ડોક્ટર્સ કામકાજથી અળગા રહેશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024