રાજ્યમાં 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે. મોરવાહડફ અને સિદ્ધપુરમાં 2 ઈંચ, પાટણ, તલોદ, ઉમરગામમાં પણ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત વલસાડ, વાપી, ઉંઝામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં સિઝનનો 43.14 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા સેવાઇ રહી છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે.