• બગવાડા દરવાજા ચોકમાં કડકડતી ઠંડી વચ્ચે આતશબાજી કરી માહોલમાં ગરમાવો ઉભો કર્યો..

કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર ની સવૉનુમતે વરણી કરાતાં ગુજરાત કોંગ્રેસ સમિતિ એ તેઓને વધાવી આગામી દિવસોમાં ગુજરાત માં કોંગ્રેસની સરકાર બનશે તેવી આશા સાથે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર ની વરણી ને વધાવી શહેરના બગવાડા દરવાજા ચોકમાં કડકડતી ઠંડીમાં આતશબાજી કરી માહોલમાં ગરમાવો ઉભો કર્યો હતો અને જગદીશ ઠાકોર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ નાં ગગનભેદી નારા લગાવી ખુશી વ્યક્ત કરી હતી.