Inter college womens kabaddi competition was organized by the university
  • કુલ ૨૬ ટીમો એ ૨૪ કવોલિ ફાઈડ કોચની નિગરાની હેઠળ સ્પધૉમાં ભાગ લીધો..

કોરોનાની મહામારી દરમિયાન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણ બંધ રખાયેલ આંતર કોલેજો ની વિવિધ પ્રકારની ખેલ કૂદ સ્પર્ધાઓ કોરોના ની સંકમણ ઓછી થતા યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ સ્પર્ધાઓ પુનઃ શરૂ કરવામાં આવી છે ત્યારે શુક્રવારના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો સહિત આંતર કોલેજ ની મહિલા કબડ્ડી સ્પર્ધા શહેરની એમ એન સાયન્સ કોલેજના યજમાનપદે આયોજિત કરવામાં આવી હતી.

આંતર કોલેજ મહિલા કબડ્ડી સ્પર્ધામાં ૨૬ ટીમોએ ૨૪ કવોલિ ફાઈડ કોચ ની સીધી દેખ રેખ હેઠળ પોતાનું પ્રદશૅન કરીયુ હતું.આ સ્પધૉ માં એક થી ચાર નંબર મેળવનાર સ્પધૅકો ને આગામી દિવસોમાં આયોજિત કરવામાં આવનાર આંતર યુનિવર્સિટી ની સ્પધૉમાં ભાગ લેવા મોકલવામાં આવશે.

એમ એન સાયન્સ કોલેજના યજમાનપદે બુધવારના રોજ આયોજીત આંતર કોલેજ મહિલા કબડ્ડી સ્પર્ધા નો પ્રારંભ યુનિવર્સિટીના શારિરીક શિક્ષણ વિભાગ ના નિયામક ડો.ચિરાગ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો હતો તો આ પ્રસંગે ડો.પી.જે.વ્યાસ, દેવાંગ પટેલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી સ્પધૅકો નો ઉત્સાહ વધાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024