ગુજરાત ST નિગમે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય,જાણો વિગત

ST
- Advertisement -

This browser does not support the video element.

ST નિગમ

વૈશ્વિક મહામારી કોરોનનો કહેર હજી યથાવત છે પરંતુ લોકડાઉન બાદ હવે અનલોક-4માં રાજ્ય સરકાર ધીમેધીમે છૂટછાટ આપી રહી છે. ત્યારે ગુજરાત ST નિગમે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત ST નિગમે હવે ગાંમડાઓમા પણ બસ ચાલું કરવાનો નિર્ણય લીધો છે.

સોમવારથી ગામડામાં ST બસ દોડતી થઈ જશે. હવે એસટી બસો ગામડાના રૂટ પર સંચાલન ચાલુ કરાશે. પરંતુ તેના માટે કોરોના ગાઈડલાઈન્સ પ્રમાણે બસ કન્ટક્ટરને થર્મલ ગન આપવાનો નિર્ણય કર્યો છે. કન્ટક્ટર મુસાફરનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ બાદ જ બસમાં બેસવા દેશે.

નિગમના સુત્રોના જણાવ્યા મુજબ, અત્યારે સમગ્ર રાજ્યમાં એસટી બસોનું દરરોજની 23,500 ટ્રીપોનું સંચાલન ચાલી રહ્યું છે. જો કે, હવે ગામડાનું સંચાલન શરૂ થતાં આ ટ્રીપો વધીને 32,000એ પહોંચશે. આમ નિગમ દ્વારા એસટી બસોનું 80થી 85 ટકા સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, કોરોના કારણે રાજ્યની તમામ એસટી બસોનું સંચાલન સ્થગિત કરી દીધા બાદ તબક્કાવાર શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે. અત્યારે તાલુકાથી તાલુકાનું સંચાલન ચાલું હતું. તો હવે સોમવારથી ગાંમડાઓમાં પણ એસટી બસોનું રાત્રી રોકાણ શરૂ થઈ જશે. આ માટે એસટીના કંડક્ટરને એક થર્મલ ગન આપવામાં આવશે. થર્મલ ગનથી મુસાફરોનું ટેમ્પ્રેચર તપાસ્યાં બાદ જ બેસવા દેવામાં આવશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.