Teacher’s Day

આજે 5 સપ્ટેમ્બર, શિક્ષક દિન (Teacher’s Day) નિમિત્તે રાજ્યના ત્રણ શિક્ષકોની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ માટે રાજ્યમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીડાણા ગામના મહિપાલસિંહ સજ્જનસિંહ જેઠા વત, સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કંજેલી ગામના પ્રકાશચંદ્ર નરભેરામ સુથાર તથા અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા સુધા ગૌતમભાઈ જોષીની પસંદગી કરવામાં આવી છેસમાવેશ થાય છે.

આ વર્ષે શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી માટે સમગ્ર દેશમાંથી 36 રાજ્યોમાંથી કુલ 47 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રીય એવોર્ડ માટે ભારત સરકારના શિક્ષણ વિભાગે પસંદ કર્યા છે. તેમાંથી ગુજરાતના ત્રણ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષકોના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

તો આ સાથે, શનિવારના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના મુખ્ય મહેમાન પદે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાશે.

નર્મદા હોલ સ્વર્ણિમ સંકુલ-1 ગાંધીનગર ખાતે સવારે 11 કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ 44 શિક્ષકોને “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” એવોર્ડ આપી રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવશે

આજે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનના (Teacher’s Day) દિવસે રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરી ગુજરાતના ત્રણેય શિક્ષકોનું રાષ્ટ્રપતિ દ્વારા બહુમાન કરાશે. તથા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ થનાર આ ત્રણેય શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે. જેને લઈ જિલ્લાના એક માત્ર શ્રેષ્ઠ શિક્ષકને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપવામાં આવનાર છે જેનો આનંદ આ શિક્ષકના પરિવાર સાથે જિલ્લા માટે પણ એક આનંદનો અવસર ઘણી શકાય.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024