- ગૂજરાતીઓ ફરવાના વિવિધ રીતે અને વિવિધ જગ્યાએ ફરવાનાં ઘણા શોખીન હોય છે. જો તમને પણ ફરવાનું ગમતું હોય તો તમારા માટે સારા સમાચાર છે. ગુજરાતનાં દરિયાઇ પટ્ટા પર ફરવા માટે હવે થોડા સમય બાદ તમે ક્રૂઝની મઝા માણી શકશો.
- કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આ અંગે કહ્યું છે કે, મુંબઇના ક્રૂઝ ઓપરેટર આંગ્રીયા ક્રૂઝે મુંબઇ અને દીવ વચ્ચે આવતા મહિનાથી ક્રૂઝ સેવા શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. ગુજરાતના ફરવાલાયક સ્થળો જેવા કે સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર દરિયાઇ વિસ્તારમાં પણ ક્રૂઝ ચાલશે.
- ક્રૂઝે ડિસેમ્બરથી મુંબઇ અને દીવ વચ્ચે સર્વિસ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. હજીરા-બાંદ્રા ફેરી સર્વિસ થોડા દિવસમાં શરૂ થઇ શકે છે. આ ઉપરાંત દહેજ અને મુંબઇ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ કરવા માટે શિપિંગ મંત્રાલયે ખાનગી ઓપરેટરોનો સંપર્ક કર્યો છે.
- રાજ્યનાં તટીય વિસ્તારમાં આવેલા દ્વારકા, સોમનાથ, પોરબંદર અને માંડવીમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સ્થળોએ દર વર્ષે મોટા પ્રમાણમાં લોકો મઝા માણી રહ્યાં છે. આથી પોરબંદર, દ્વારકા, વેરાવળ, દીવ અને દમણને જોડતું ક્રૂઝ ટૂરીસ્ટ સર્કિટ શરૂ કરવાનું પ્લાનિંગ છે.
- રાજ્યમાં બંદરોનું નિયંત્રણ કરતા ગુજરાતના મેરિટાઇમ બોર્ડ પાંચ બંદરો પર ક્રૂઝ ટર્મિનલ બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે. મુંદ્રા, માંડવી, ઓખા, વેરાવળ અને જામનગરમાં ક્રૂઝ ટર્મિનલ બનશે. તો હવે ગુજરાતીઓ ક્રૂઝની મઝા માણવા તૈયાર થઇ જાવ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.