અમેરિકાનાં ન્યૂજર્સી શહેરનાં ભારતીય મૂળનાં બે યુવકોએ સમલૈંગિક લગ્ન કર્યા છે. આમાંથી એક યુવક ગુજરાતી અમિત શાહ છે. અને બીજાનું નામ આદિત્ય મદિરાજુ છે.

ગુજરાતી અમિતે મિત્ર સાથે USમાં કર્યા ધામધૂમથી સમલૈંગિક લગ્ન

આ કપલે સોશિયલ મીડિયા પર તેમની તસવીરો શેર કરતાં તેમને અઢળક શુભેચ્છાઓ મળી રહી છે. અમિત અને આદિત્યની લવ સ્ટોરી પણ ઘણી ખાસ છે. આ બંનેએ લગ્નમાં પ્રખ્યાત ફેશન ડિઝાઇનર અનિતા ડોંગરે દ્વારા ડિઝાઇન કુર્તા પહેર્યા હતાં.

ગુજરાતી અમિતે મિત્ર સાથે USમાં કર્યા ધામધૂમથી સમલૈંગિક લગ્ન

અમિત અને આધિત્યની મુલાકાત એક કોમન મિત્ર દ્વારા બારમાં થઇ હતી. ત્યાર બાદ બંનેએ એકબીજાનો નંબર શેર કર્યો. પહેલાં વર્ષ 2016માં તેઓ સારા મિત્રો હતાં અને બાદમાં તે મિત્રતા પ્રેમમાં ફેરવાઇ ગઇ.

ગુજરાતી અમિતે મિત્ર સાથે USમાં કર્યા ધામધૂમથી સમલૈંગિક લગ્ન

ત્રણ વર્ષનાં ડેટિંગ બાદ બંનેએ આ સંબંધને આગળ લઇ જવાનો નિર્ણય કર્યો અને આજે આ બંને એકબીજાને સાત જન્મનાં વચન આપી દીધા છે.

આ લગ્નની તસવીરો પર કેટલાંકે ખુબજ ભદ્દી કમેન્ટ્સ કરી છે તો કેટલાંકે આ કપલ અને તેમનાં પરિવારનાં દિલ ખોલીને વખાણ કર્યા છે.

ગુજરાતી અમિતે મિત્ર સાથે USમાં કર્યા ધામધૂમથી સમલૈંગિક લગ્ન

અમિત અને આદિત્યએ હિન્દુ રીતિરિવાજથી લગ્ન કર્યાં. એટલું જ નહીં તેમણે પ્રિવેડિંગ ફોટોશૂટ, મહેંદી પીઠી અને સંગીત પણ રાખ્યુ હતું. આ લગ્ન ખુબજ શાનદાર હતાં.

પોતાનાં સંબંધને લઇને અમિત અને આદિત્યએ વોગ મેગેઝિનને આપેલાં ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે, જ્યારે અમે એકબીજાને ડેટ કરતાં હતાં ત્યારે અમને એવું જરાં પણ નહોતું લાગતું કે અમે લગ્ન કરીશું. પરતું સમય વીતવાની સાથે અમને<br />મહેસુસ થયુ કે અમે લોકો એકબીજા માટે જ બન્યા છીએ.

ગુજરાતી અમિતે મિત્ર સાથે USમાં કર્યા ધામધૂમથી સમલૈંગિક લગ્ન

જે બાદ અમે અમારા માતા-પિતાને વાત કરી અને તેમને મનાવ્યા બાદ તેમની હાજરીમાં જ અમે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

ગુજરાતી અમિતે મિત્ર સાથે USમાં કર્યા ધામધૂમથી સમલૈંગિક લગ્ન

અમિતનાં મતે આદિત્ય ખુબજ ક્રિએટિવ છે. અને તેને પેઇન્ટિંગ અને આર્ટ્સનો ખુબજ શોખ છે. આ તમામ તસવીરો આદિત્ય મદિરાજુનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.