Gujarati man falls in kedarnath

ચારધામ યાત્રાએ ગયેલા ગુજરાતી યુવકનું કેદારનાથની ઊંડી ખીણમાં પડવાથી મોત નિપજ્યુ છે. વલસાડના પારડી તાલુકાનો યુવક કેદારનાથ જતા માર્ગે ઊંડી ખીણમાં ગરકાવ થયો હતો. યુવક ભકતોના ગ્રૂપ સાથે ચારધામ યાત્રાએ ગયો હતો. ત્યાં જ તેની અંતિમક્રિયા કરવાની ફરજ પડી હતી.

પારડીના કલસર ગામના 40 ભક્તોનું ગ્રૂપ થોડા દિવસ પહેલા ચારધામની યાત્રાએ ગયુ હતુ. જેમાં કલસર ગામના સડક ફળિયામાં રહેતા ધનિશ ભીકુભાઈ પટેલ (ઉંમર 32 વર્ષ) પણ આ ગ્રૂપ સાથે ચારધામ જાત્રાએ ગયો હતો. સૌપ્રથમ તેઓ હરિદ્વાર પહોંચ્યા હતા. જ્યાં ધનિશ પટેલ પડ્યો હતો, અને તેના માથામાં ઈજા પહોંચી હતી. જોકે, ઈજા સામાન્ય હોવાથી તે ગ્રૂપ સાથે પ્રવાસમાં આગળ વધ્યો હતો. તેના બાદ તેઓ કેદારનાથ પહોંચ્યા હતા. જ્યાં રામપુર ખાતેની એક હોટલમાં રોકાણ કર્યુ હતું.

રામપુરમાં વહેલી સવારે ધનિશ કામથી હોટલ બહાર નીકળ્યો હતો, જ્યાં તે નજીકની એક ખીણમાં પડી ગયો હતો. સ્થાનિક લોકોએ આ બાબતની જાણ તેના ગ્રૂપ અને પોલીસને કરી હતી. જેથી તાત્કાલિક ધનિશને શોધવા રેસક્યૂ ઓપરેશન ચલાવાયુ હતુ. જેના બાદ ધનિશનો મૃતદેહ પહાડીમાઁથી મળી આવ્યો હતો.

ભક્તોના ગ્રૂપ દ્વારા આ વિશે કલસરમાં રહેતા તેના પરિવારજનો જાણ કરવામાં આવી હતી. આ જાણીને તેના પરિવારમાં શોકનો માહોલ ફેરવાઈ ગયો છે. સાથે જ ભક્તોના ગ્રૂપમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. જોકે, મૃતક ધનિશની કેદારનાથમાં જ અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024