hair fall
- મોનસૂનમાં ઘણી મહિલાઓ પોતાના વાળ ઉતરવાની સમસ્યાથી પરેશાન હોય છે.
- તો કેટલીય મહિલાઓને એટલો બધો હેર ફોલ (hair fall) થવા લાગે છે કે તે ટેન્શનમાં આવી જાય છે
- તથા તેના માટે અલગ-અલગ શેમ્પૂ, હેર સીરમ તથા કેટલીક ટ્રીટમેન્ટ્સ પણ લેવા લાગે છે.
- એવામાં કેટલાક ફાયદાકારક અને અસરકારક ઘરેલૂ નૂસ્ખા તમારા માટે ઉપયોગી સાબિત થશે.
- આ ઘરેલૂ નુસ્ખા માટે માત્ર ડુંગળીની જરૂર પડશે.
- તમને જણાવાનું કે, ડુંગળી હેર ગ્રોથ માટે ખૂબ જ લાભદાયી હોય છે.
- તેમાં સારા પ્રમાણમાં સલ્ફર રહેલું હોય છે, જે વાળને મજબૂત બનાવે છે અને હેરફૉલ (hair fall) ને ઘટાડવામાં મદદ કરે છે.
- તો આ સાથે જ તે તમારા વાળને ઘટાદાર પણ બનાવે છે.
- ડુંગળીમાંથી બનાવવામાં આવતા હેર પેક્સ વિશે જાણીએ.
- નારિયેળનું તેલ અને ડુંગળીના રસનું હેર પેક
- નારિયેળનું તેલ વાળ માટે ખૂબ જ લાભદાયી હોય છે અને કદાચ દરેક ઘરમાં આ તેલનો ઉપયોગ કરવામાં આવતો હશે.
- તેનાથી વાળને જરૂરી પોષણ મળે છે અને ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર રહે છે.
- જો તમારા વાળ વધારે ઉતરે છે તો તમે નારિયેળના તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરીને હેર માસ્ક બનાવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.
- તમારે આ માસ્કને પોતાના સ્કેલ્પ પર હળવા હાથેથી લગાવવાનું રહેશે અને ઓછામાં ઓછું 30 મિનિટ સુધી માસ્ક લગાવીને રાખવું પડશે.
- ત્યારબાદ માઇલ્ડ શેમ્પૂથી પોતાના વાળ સારી રીતે વોશ કરી લો.
- કેસ્ટર ઑઇલ અને ડુંગળીના રસનો હેર પેક
- કેસ્ટર ઓઈલ વાળને અંદરથી મજબૂતી આપે છે.
- તેની સાથે જો ડુંગળીનો રસ મિક્સ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે તો વાળ માટે વધુ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
- તેના માટે તમારે બે ચમચી કેસ્ટર ઑઇલમાં 2 ચમચી ડુંગળીનો રસ મિક્સ કરવાનો રહેશે અને ત્યારબાદ હળવા હાથથી પોતાના વાળમાં તેનાથી મસાજ કરવાનું રહેશે.
- આ પેકને 1 કલાક માટે વાળમાં રહેવા દો અને ત્યારબાદ માઇલ્ડ શેમ્પૂથી હેર વૉશ કરી લો.
- તેનાથી હેર ગ્રોથ થાય છે અને સ્કેલ્પ પણ સાફ અને સ્વસ્થ રહે છે.
- ઈંડાં અને ડુંગળીના રસનું હેર પેક
- વાળને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે અને ઇંડાંમાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોય છે.
- જો તમે ઇંડાંમાં ડુંગળીનો રસ અને લવેન્ડર એસેન્શિયલ ઓઇલ મિક્સ કરીને પોતાના વાળમાં લગાવો છો તો તેનાથી તમારા વાળ પહેલાથી સારા અને સ્વસ્થ થાય છે.
- આ પેકને વાળમાં ઓછામાં ઓછા 20 મિનિટ માટે લગાવી રાખો.
- ત્યાર બાદ સામાન્ય હુંફાળા પાણીથી વાળ ધોઇ નાંખો.
- મધ અને ડુંગળીના રસનો હેર પેક
- ત્વચા માટે તો મધ ફાયદાકારક હોય જ છે પરંતુ વાળ માટે પણ આ ખૂબ જ લાભદાયી છે.
- મધથી તમારા વાળને જરૂરી પોષણ મળે છે અને હેરફોલની સમસ્યા પણ દૂર થાય છે.
- મધની સાથે ડુંગળીના રસનો હેર પેક બનાવવા માટે બે ચમચી ડુંગળીનો રસ લો અને એક ચમચી મધ મિક્સ કરો અને ત્યારબાદ પોતાના સ્કેલ્પ પર લગાવી દો.
- આ પેક લગાવ્યા બાદ હળવા હાથથી મસાજ કરો.
- ઓછામાં ઓછા અડધા કલાક સુધી આ પેક વાળમાં લગાવીને રહેવા દો અને ત્યારબાદ શેમ્પૂથી હેર વોશ કરી લો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow