ઉત્તર પ્રદેશ કોંગ્રેસે સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં હાર્દિક પટેલને 40 સ્ટાર પ્રચારક પૈકી એક જાહેર કર્યો છે. ત્યાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. તે ગુજરાતમાંથી એકમાત્ર ગુજરાતી નેતા છે.

ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં ભળ્યા બાદ હવે ચૂંટણી લડવા માંગે છે. પરંતુ તેના પર કેસ ચાલતા હોવાથી તેણે સજા રદ્દ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. જેમાં એક જજે નોટ બીફોર મી કર્યા બાદ બીજી વખતે મુદ્દત પડી હતી. તેની ચૂંટણી લડવાના ઠેકાણા નથી. ત્યારે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે તેને સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં સમાવ્યો છે.