hardik-patel-says-collect-to-crores-rupees-in-few-hour-is-stupid-people-work

પાસ નેતા હાર્દિક પટેલ તાજેતરમાં મંદિરો માટે એકઠા કરવામાં આવતા ફંડ પર નિવેદન આપ્યું છે. રવિવારના રોજ હાર્દિક પટેલ અન્ય આગેવાનો સાથે રૂપાલ આવ્યો હતો, જ્યાં તેણે વરદાયીની માતાજીના મંદિરે દર્શન કરી પાટીદારો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં હાર્દિકે તાજેતરમાં જ પાટીદાર સમાજે ગણતરીની કલાકોમાં જ સમાજ સંકુલ અને મંદિર માટે કરોડો રૂપિયા એકઠા કરવાની આડકતરી રીતે ટીકા કરતા જણાવ્યું હતું કે, મંદિર માટે ત્રણ કલાકમાં દોઢસો કરોડ ભેગા કરો એ મારી દ્રષ્ટિએ મૂર્ખાઓનું કામ કર્યું કહેવાય.

hardik-patel-says-collect-to-crores-rupees-in-few-hour-is-stupid-people-work

મંદિરમાં પૈસા નાખવા કરતા સમાજના યુવાનોને રોજગારી આપવા પાછળ ખર્ચ કરવો જોઈએઃ હાર્દિક

ગાંધીનગરમાં હાર્દિકે પોતાના સંબોધનમાં કહ્યું કે, પાંચ દસ પાટીદારો પૈસા પાત્ર હોય તો સમગ્ર પાટીદાર સમાજ સુખી ન ગણાય. ભલે માતાજીનું મંદિર બનાવે, સારી વાત છે, પણ ત્રણ કલાકમાં દોઢસો કરોડ ભેગા કરે એટલે મારી દ્રષ્ટિએ મુર્ખાઓનું કામ કર્યુ કહેવાય. આ પૈસા મંદિરમાં નાખવા કરતા દોઢસો કરોડ સમાજના યુવાનોને રોજગારી-નોકરી આપવા પાછળ ખર્ચ કરવામાં આવે તો પાટીદારોની આવનારી પેઢી સુખેથી રહી શકે. હાર્દિક પટેલના ઉપરોક્ત સંબોધનથી એક સમયે સોંપો પડી ગયો હતો. જોકે ત્યારબાદ તેણે પાટીદાર સન્માનની વાત પર લોકોને વાળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે જણાવ્યુ હતું કે, આપણે પૈસાની જરૂર નથી પરંતુ સન્માન સાથે જીવી શકાય તેવી નોકરી અને ભણતરની જરૂર છે.

આંદોલનને તોડવા આપણા લોકો જ કામ કરે છે

આ ઉપરાંત હાર્દિકે સમાજમાં દર 25 વર્ષે ક્રાંતિ આવતી હોવાનું જણાવી સરદાર વલ્લભભાઇ પટેલ, ચિમનભાઇ પટેલ અને કેશુભાઇ પટેલ સુધીના પાટીદાર આગેવાનોનો કાળખંડ યાદ કર્યો અને જણાવ્યું કે, આ પાટીદાર આગેવાનોને તેમના સમયમાં પાટીદારોનો ટેકો મળ્યો નહતો. સરદારને કરમસદના પાટીદારોએ ટેકો આપ્યો નહતો, ચિમનભાઇ વખતે પણ ટેકો નથી મળ્યો અને કેશુભાઇ વખતે આપણે જ તેઓને હટાવ્યા હતા. આંદોલનોને તોડવા આપણા લોકો જ કામ કરે છે.

નિકોલના ચાર ખાલી પ્લોટ પાર્કિંગ માટે આપી દેવાયા

પાટીદારોને અનામત તેમજ ખેડૂતોને દેવા માફીની માગણી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે અમદાવાદના નિકોલમાં આમરણાત ઉપવાસ માટે મેદાન ભાડે માગ્યું હતું. જોકે એ મેદાન મ્યુનિ. તંત્રે પાર્કિંગ માટે ફાળવી દીધો છે. બીજી તરફ પાસ ટીમે આક્ષેપ કર્યો છે કે, નિકોલમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 4 ખાલી પ્લોટને ફ્રી પાર્કિંગ પ્લોટ જાહેર કરી દીધા છે. પાટીદારોને પ્લોટ ના મળે તે માટે તંત્રે આ કાવતરું ઘડયું છે. પાસ ટીમનું કહેવું છે કે, ગમે તે ભોગે અમે ઉપવાસ આંદોલન તો કરીશું જ.

હાર્દિકે આમરણ ઉપવાસ સફળ બનાવવા બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો

ઉપવાસ આંદોલનને સફળ બનાવવા માટે હવે હાર્દિકે લોકોનું સમર્થન મેળવવા મિટિંગોનો દોર શરૂ કર્યો છે. રવિવારે ગાંધીનગર, હિંમતનગર તાલુકાના ઈલોલ ખાતે તેમજ મોડી સાંજે અરવલ્લી ખાતે હાર્દિકે તમામ સમાજના ખેડૂત આગેવાનો, આંદોલનકારીઓ સાથે બેઠકો યોજી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024