pass-activists-in-surat1

પાટીદાર નેતા હાર્દિક પટેલની અમદાવાદમાં અટકાયત બાદ સુરતના પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરીયાની રાજદ્રોહના કેસમાં ધરપકડ બાદ પાટીદારો ભડક્યા હતા અને સુરતમાં અનેક સ્થળોએ તોડફોડ કરી હતી અને આગચંપીની ઘટના બની હતી. અલ્પેશ કથિરીયાની વર્ષ 2015ના રાજદ્રોહ ના કેસમાં ધરપકડ કરવામાં આવતાં તેના વિરોધમાં મોડીરાતે પાસના કાર્યકરો ભડકી ઉઠયા હતા.

pass-activists-in-surat5

અમદાવાદમાં પાસના નેતા હાર્દિક પટેલની ધરપકડ બાદ સુરતના પાસના અગ્રણી અલ્પેશ કથિરીયાની વર્ષ 2015ના રાજદ્રોહ ના કેસમાં ધરપકડ કરવામાં આવતાં તેના વિરોધમાં મોડીરાતે પાસના કાર્યકરો ભડકી ઉઠયા હતા. બસ સેવા બપોરે જ બંધ કરી દેવાઇ હતી પરંતુ કાર્યકરો રાત્રે 10.30 વાગ્યે કાપોદ્રા શ્યામધામ ચોકમાં બીઆરટીએસ ડેપોમાં ઘુસી ગયા હતા. તેમણે તોડફોડ શરૂ કરી હતી. ડ્રાઇવરો બસ લઇને ભાગવા જતા રસ્તા પર જ બસને આગ ચાંપી દીધી હતી. ટોળાઓ મોડી રાત સુધી બીઆરટીએસ બસ સ્ટેશનો પર તોડફોડ કરી. રસ્તામાં લોકોને અટકાવીને કારના કાચ તોડ્યા અને ટાયરો પણ સળગાવ્યા હતા. શહેરભરની પોલીસને વરાછા, કાપોદ્રા, પુણા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ખડકી દેવાઇ હતી. મોડીરાત સુધી પરિસ્થિતિ તંગ હતી.

હાર્દિકે ટ્વિટ કરી શાંતિની અપીલ કરી

ભાયાવદર ગામમાં રામધૂન બોલાવતા પાટીદારોની અટકાયત બાદ છોડી મૂકાયા

ઉપલેટાના ભાયાવદર ગામમાં અલ્પેશ કથિરીયાની ધરપકડના પગલે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો શહેરના સરદાર પટેલ ચોકમાં રામધૂન બોલાવી વિરોધ કરી રહ્યા હતા. તે સમયે પોલીસે પાસના નેતા નયન જીવાણીની અટકાયત કરી હતી. પરંતુ પાટીદાર સમાજનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે નયન જીવાણીને છોડી મૂક્યા હતા. જો કે પાટીદારોએ અલ્પેશ કથિરીયાની ધરપકડના વિરોધમાં પણ આવેદન પત્ર આપ્યું હતું.

pass-activists-in-surat3

ધરણાં પર બેઠેલા પાસના 40 કાર્યકરોની ધરપકડ કરાતાં પરિસ્થિતિ વણસી

મોડીરાતે 10.30 વાગે કાપોદ્રા શ્યામધામચોક સ્થિત બીઆરટીસ બસ ડેપો પર ટોળા ઘુસી ગયા હતા. જ્યાં બસ પર પત્થરમારો કરીને તોડફોડ શરૂ કરી હતી. જેથી બીઆરટીએસ બસને નુકશાન નહીં થાય તે માટે સલામત સ્થળે લઇ જવામાં આવી રહી હતી ત્યારે નજીકમાં જ રસ્તામાં બસ રોકી આગ ચાંપી દેવામાં આવી હતી.પૂણા સીમાડા રોડ પર મહાલક્ષ્મી સોસાયટી પાસે એક કારને અટકાવીને કાચ તોડી નાંખ્યા હતા. યોગીચોકમાં ઠેરઠેર રસ્તા પર ટાયર સળગાવી વિરોધ કર્યો હતો. મામલો તંગ બનતા વરાછા, કાપોદ્રા, સરથાણા, યોગીચોક, પુણા વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત તેનાત કરાયો હતો. પોલીસે આ વિસ્તારમાં સતત પેટ્રોંલિંગ શરૂ કર્યું હતું.

અમદાવાદમાં પાસ કન્વીનર હાર્દિક પટેલને 25મી ઓગસ્ટે આમરણાંત ઉપવાસ માટે મંજૂરી ન મળતાં રવિવારે મંજૂરી વગર જ એક દિવસના પ્રતીક ઉપવાસ હાર્દિક પટેલ અને તેની ટીમ શરૂ કરે તે પહેલાં જ પોલીસે તેની અટકાયત કરી લીધી છે. પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાની વર્ષ 2015ના રાજદ્રોહના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરતાં જેને પગલે સુરતમાં પાટીદારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રવિવારે બપોરે પાટીદારોના ગઢ ગણાતા વરાછામાં મિની બજાર ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે હાર્દિકને છોડવાની માંગ સાથે પાસના કાર્યકરો ધરણાં કરી રહ્યાં હતા. જેથી પોલીસે 40થી વધુની અટકાયત કરી હતી. દરમિયાન વરાછા મેઇન રોડ પર તાપીબાગ સોસાયટી સામે બે કચરાપેટીને રોડ પર ઊંધી કરી દેવામાં આવી હતી અને ફૂટપાથમાં પેવર બ્લોક ઉખેડીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.વરાછામાં પરીસ્થિતિ તંગ થતાં બપોરે 3 કલાકે સુરત મહાનગર પાલિકાએ વરાછા તરફની તમામ બીઆરટીએસ અને સીટી બસ સેવા બંધ કરી દીધી હતી.

આજે વરાછામાં સિટી બસ અને બીઆરટીએસ બંધ રહેશે

મોડીરાતે યોગીચોક સ્થિત વનમાલી જંકશન સહિત બે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં તોડફોડ કરાઇ હતી. ઉપરાંત સીમાડામાં એક અને સ્વાગત સોસાયટીમાં એક બીઆરટીએસ બસ સ્ટેન્ડના કાચ ટોળા દ્વારા તોડી નાંખવામાં આવ્યા હતા. બસમાં કરાઇ રહેલી તોડફોડને કારણે સોમવારે વરાછામાં સિટી બસ અને બીઆરટીએસની સેવા બંધ રહેશે તેવું પાલિકાના આસિસ્ટન્ટ કમિશનર કમલેશ નાયકે જણાવ્યું હતું.

એસટી 700 ટ્રિપ ડાયવર્ટ

રવિવારે સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીમાં 700થી વધુ ટ્રિપો ડાયવર્ટ કરવામાં આવી હતી. સોમવારે બસોની પરિસ્થિતિ અંગે સુરત વિભાગના પરિવહન અધિકારી ડી. એન. રંજિયાએ જણાવ્યું હતું કે, મુસાફરો બસોના રૂટ બાબતે 0261-2424088 પર માહિતી મેળવી શકશે.

સરકાર અલ્પેશને મુક્ત કરે

પાટીદાર અનામત આંદોલનના વર્ષ 2015ના રાજદ્રોહ કેસમાં અત્યારે અલ્પેશની ધરપકડ કરી એ ખરેખર શંકાનો વિષય છે. સરકાર જો શાંતિ ઇચ્છતી હોય તો આવા ખેલ ખેલવાનું રહેવા દે અને અલ્પેશને વહેલામાં વ્હેલો મુકત કરે. – ધાર્મિક માલવિયા, પાસ કન્વીનર

SRPની બે ટૂકડી મૂકાશે

બીઆરટીએસ બસને આગ ચાંપવા અને તોડફોડના મામલે તપાસ કરી જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરાશે તેમજ એસઆરપીની બે ટૂકડીનો બંદોબસ્ત ગોઠવાશે.  શાંતિ જાળવવા પોલીસ તમામ પગલાં લઈ રહી છે લોકોએ પણ સહયોગ આપવો. – સતીષ શર્મા, પોલીસ કમિશનર

pass-activists-in-surat4

મધરાતે યોગીચોક ખાતે અચાનક ધોધમાર વરસાદ પડતા ટોળાં વિખેરાયાં

અડધી રાત્રે અચાનક ધોધમાર વરસાદ પડતા ટોળું વિખેરાયું. રેન્જ વન એડીશનલ પોલીસ કમિ. હરેકૃષ્ણ પટેલ અને ડે. પોલીસ કમિશનર બારોટ સહિત ઉચ્ચ અધિકારીઓના કાફલાએ યોગીચોકથી સીમાડા ચોક સુધી પેટ્રોલિંગ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024