હારિજની બેન્ક ઓફ બરોડા બેન્કમાં સોનાર ગામનાં ખેડૂત પાક ધિરાણ લોન ભરવા આવ્યાં હતાં જેમા ગામનાં બે સબંધી ખેડૂતના નાણાં ભરી પોતાના પાકધિરાણ નાં ૧.પ૭ લાખ રૂપિયાની બેગ બે પગ વચ્ચે ફસાયેલી હતી.

ત્યારે નજર ચૂકવી કોઈ અજાણ્યો શખ્સ કાળી બેગ લઇ ફરાર થઈ ગયો હતો. ખેડૂત બેગ નહીં મળતાં હારીજ પોલીસ સ્ટેશને જાણ કરી પોલીસે સી.સી ટીવી ના ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી હતી. સમી તાલુકાના સોનાર ગામનાં ખેડૂત વિનોદકુમાર અમરાભાઇ નાડોદા પોતાની પાકધીરાણ કૃષિ લોન ભરપાઈ કરવા હારીજ શાખાની બેન્ક ઓફ બરોડામા જવા નીકળ્યાં હતા

ત્યારે ગામનાં સબંધી મહાદેવભાઇ બેચરભાઇ અનેં ગોવાભાઇ વિરચંદભાઇ સુથારે પણ તેમનાં પાકધિરાણ ના નાણાં ભરવા આપ્યાં હતાં કુલ રૂા. ૮ લાખ એક બેગમા લઇ બેન્ક ઓફ બરોડા શાખામાં આવ્યાં હતાં ગામનાં સબંધીએ આપેલા નાણાં બેંકમાં કુલ ૬.૪૩ જમા કરાવતા હતાં તેં સમયે રૂ.૧.પ૭ બેગમાં રાખી બે પગ વચ્ચે બેગ ફસાવેલી હતી.

એવા સમયે આગળની રકમ ભરી બેંકના કેશિયર જોડે પહોંચ મેળવી પાવતીને બેગમાં મુકવા જતા જોયું તો કોઈ શખ્સ નજર ચૂકવી બેગ લઇ ફરાર થઈ ગયેલો હતો.
બેન્કનાં ચોકિયાત દ્રારા દરવાજા બંધ કરી પોલીસને જાણ કરી હતી પોલીસે સી.સી.ટીવીના ફૂટેજ મેળવી તપાસ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024