Harij

હારીજ (Harij) તાલુકાના દુનાવાડા ગામે પરિણીતાએ આગ ચાંપી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાએ તેના પતિના ત્રાસથી કંટાળી શરીરે કેરોસીન છાંટતાં ગંભીર રીતે દાઝતાં ધારપુર ખાતે 7 દિવસની સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે મૃતકના પિતાએ હારિજ પોલીસ મથક જમાઇ વિનાજી મેવાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.

કાંકરેજ તાલુકાના પાદરડી ગામના બળવંતજી બાબાજી (ઠાકોર)વાઘેલાની દીકરી સંતોકબેનના લગ્ન 16 વર્ષ પહેલા હારિજ તાલુકાના દુનાવાડા ગામે રહેતા ઠાકોર વિનાજી મેવાજી સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન પતિ દ્વારા અવાર-નવાર મારઝૂડ કરી ત્રાસ આપતા હોવાથી કંટાળેલ મહિલાએ 13 /11 /2020ના રોજ શરીરે કેરોસીન છાંટી આગ લગાડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ જુઓ : બેંગલોરમાં 200 કરોડ રુપિયાનું GST ફ્રોડ, ચારની ધરપકડ

જે બાદ તે ગંભીર રીતે દાઝી હતી તેને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર ખાતે ખસેડી હતી. જ્યાં સારવાર દરમિયાન 20/11/2019 ના રોજ મોત નીપજ્યુંં હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024