હારિજ (Harij) તાલુકાના સરેલ ગામના યુવાને 20 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. હારિજ તાલુકાના સરેલ ગામનો ધૃવકુમાર પુનાભાઈ ચમાર સિદ્ધપુર તાલુકાના નેદ્રોડા ગામે મામા રમેશભાઈ ગોવિંદભાઈ પરમાર અને મામી અંજનાબેન રમેશભાઇ પરમારના ઘરે અવારનવાર આવતો હતો.
ધૃવકુમાર સાત માસ અગાઉ ગામની 20 વર્ષિય યુવતીને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. મામા મામીએ યુવતીના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપતાં કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ જુઓ : Pakistan માં બાળકો સામે વિદેશી મહિલા સાથે ગેંગરેપ
યુવાનના મામા અને મામી યુવતીના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવતીએ કાકોશી પોલીસ મથકે ધૃવકુમાર સામે દુષ્કર્મની અને તેના મામા-મામી સામે મદદગારીની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ જુઓ : રિયાએ NCB ને 25 નશેબાજ લોકોના નામ આપ્યા, આ 5 નામ ટોપ લિસ્ટમાં
તપાસ અધિકારી પીએસઆઇ એન ડી પરમાર જણાવ્યું કે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાયું છે. હાલ ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. તેમનો કોરોનાના ટેસ્ટ કરી રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.