Hathras: People's anger against Bhole Baba, Baba's statement came out

Hathras Tragedy: યુપીના હાથરસમાં નાસભાગના 24 કલાક બાદ ભોલે બાબાનું પહેલું નિવેદન આવ્યું છે. તેમણે સુપ્રીમ કોર્ટના વકીલ એપી સિંહ મારફત લેખિત નિવેદન જારી કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, હું સત્સંગમાંથી નીકળ્યો પછી દુર્ઘટના થઈ. અસામાજિક તત્વોએ નાસભાગ મચાવી છે. હું આ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરીશ. હું ઘાયલોની સ્વસ્થતાની કામના કરું છું.

સત્સંગ બાદ થયેલી નાસભાગમાં અત્યાર સુધીમાં 122 લોકોના મોત થયા છે. હાથરસ, અલીગઢ, એટા અને આગ્રા એમ ચાર જિલ્લાઓમાં રાતોરાત મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું. પરિવારના સભ્યો તેમના પ્રિયજનોના મૃતદેહોને લઈને અહીં-ત્યાં ભટકતા રહ્યા. વહીવટીતંત્રે અત્યાર સુધીમાં 121 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

હાથરસમાં બાબાના સત્સંગમાં નાસભાગમાં 121 લોકોના મોત થઈ ચુક્યા છે.  જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બુધવારે ઘટનાસ્થળે એકત્ર થયેલા ટોળાનો રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ મુખ્ય દ્વાર પર બાબાના પોસ્ટર પર ઈંટો, પથ્થરો અને ચપ્પલ ફેંક્યા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસકર્મીઓમાં ઘટનાસ્થળે પહોંચીને લોકોને સમજાવીને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા. નોધનીય છે કે, બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.

બાબાના સત્સંગનું આયોજન છેલ્લા કેટલાંય દિવસથી ચાલી રહ્યું હતું. જેને લઈને અનેક વિસ્તારોમાં તેના પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતા. જેમાં લખ્યુ હતું કે, ‘સોચ કર દેખો, સાથ ક્યાં જાયેગા?’ પરંતુ સત્સંગમાં હાજર રહેનારા લોકોને ક્યાં કઈ ખબર હતી કે તેમનું આ સત્સંગમાં આવવું દુનિયામાંથી જવાનું કારણ બની જશે. મળતી માહિતી પ્રમાણે, તંત્રને બાબાના આ કાર્યક્રમની જાણકારી હતી, પરંતુ કેટલાક શ્રદ્ધાળુઓ સત્સંગમાં આવશે તેનો કોઈ અંદાજ ન હતો. જ્યારે સત્સંગમાં સવા લાખથી વધુ લોકો આવ્યાં હતા.

આ ઘટનામાં હાથરસ સહિતના વિસ્તારોના દવાખાના અને હોસ્પિટલોના દૃશ્યો ભલભલાના રુવાડાં ઊભા કરી નાખે તેવો હતો. દરેક જગ્યાએ લોકોના મૃતદેહ પડેલા હતા. જે લોકો બચી ગયા હતા તે પોતાના સ્વજનોની શોધ કરી રહ્યાં હતા. જમીન પર પડેલા મૃતદેહ જોઈને લોકો ચોંકી ઉઠ્યાં હતા. આ સ્થિતિમાં રવિ યાદવ નામના એક પોલીસકર્મીનું હાર્ટએટેકથી મોત થયું હતું.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024