- સુપ્રીમ કોર્ટમાં PIL કરાવમાં આવી દાખલ
- હાથરસ નાસભાગમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો
- 121 લોકોથી વધુએ એ જીવ ગુમાવ્યો
- મૃત્યુ પામનારાઓમાં 114 મહિલાઓ અને 7 પુરૂષો
યુપીના હાથરસમાં મંગળવારે ભોલે બાબા ઉર્ફે સૂરજપાલના સત્સંગમાં ભાગદોડ મચી ગઈ હતી. જોતજોતામાં જ 121 લોકોથી વધુએ એ જીવ ગુમાવ્યો હતો. હાલ પોલીસ સૂરજપાલ ઉર્ફે ભોલે બાબને શોધી રહી છે. આ દરમિયાન હાથરસની ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે….આ PILમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ 5 સભ્યોની નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ આ PIL દાખલ કરી છે. તેમની PILમાં, તેમણે હાથરસ ઘટના માટે જવાબદાર લોકો અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. આ ઉપરાતં, PILમાં આવા કાર્યક્રમોના આયોજન માટે માર્ગદર્શિકા બનાવવાની માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે, સુપ્રીમ કોર્ટ આ અરજી પર ક્યારે સુનાવણી કરવા તૈયાર થાય છે. એવી અપેક્ષા છે કે, સુપ્રીમ કોર્ટ આ અરજી પર આજે અથવા કાલે સુનાવણી કરી શકે છે.
આ સાથે જ હાથરસ નાસભાગની ઘટનાનો મામલો પણ અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં હાથરસ ઘટનાની CBI અથવા ન્યાયિક તપાસ દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં લોકોના મોત માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. એડવોકેટ ગૌરવ દ્વિવેદીએ ચીફ જસ્ટિસ અરુણ ભણસાલીને પત્ર પિટિશન મોકલી છે.
હાથરસ નાસભાગમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. હાથરસની ઘટનામાં અત્યાર સુધીમાં 121 લોકોના મોત થયા છે. ઘણા લોકો હજુ પણ હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે. હજુ 20 જેટલા મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. સત્સંગમાં મૃત્યુ પામનારાઓમાં 114 મહિલાઓ અને 7 પુરૂષો હતા. પોલીસ હાલ આરોપી ભોલે બાબાને શોધી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ભોલે બાબાના સત્સંગમાં લગભગ 50 હજારની ભીડ ઉમટી હતી. ત્યાં નાસભાગ મચી ગઈ અને થોડી જ વારમાં મૃતદેહોનો ઢગલો થઈ ગયો હતો. આજે સીએમ યોગી પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.