ટૂંકું ને ટચ : Inshorts – Health & Fitness


નારંગીમાં ફાઈબર હોય છે જે પાચનક્રિયાને સારી રાખે છે. નારંગીનું વિટામીન સી શુષ્ક સ્કીનને સારી કરે છે. તેની છાલનો લેપ લગાવીને બનાવવાથી ચહેરા પર નિખાર આવે છે. નારંગી ખાવાથી ખરતા વાળની સમસ્યામાં રાહત મળે છે અને વાળ કાળા, લાંબા થવાની સાથે તેનો ગ્રોથ પણ વધે છે. જે લોકોને ટાઈપ 2 ડાયાબીટિસની સમસ્યા છે તેઓ માટે નારંગીનો ઉપયોગ ફાયદો કરે છે.

નારંગી ખાવાથી વજન વધતું નથી અને ઈમ્યુનિટી મજબૂત રહે છે. વારેઘડી શરદીની ફરિયાદ રહેતી હોય તો નારંગી લાભદાયી બને છે. સીઝનલ બીમારીથી બચવા માટે પણ નારંગી સારી માનવામાં આવે છે. 

દિલની બીમારીથી પીડિત લોકો માટે નારંગી ફાયદો કરે છે. હ્રદય માટે તે ઉત્તમ માનવામાં આવે છે. તેના એન્ટી ઓક્સીડન્ટ્સ કેન્સરમાં પણ મદદ કરે છે. તેના ઉપયોગથી આંખો સારી રહે છે અને મોતિયાબિંદની સમસ્યા ઘટે છે. જે મહિલાઓને હિમોગ્લોબીનની ખામી રહે છે તેઓએ રોજ એક નારંગી ખાવી યોગ્ય છે. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો