ટૂંકું ને ટચ : Inshorts

હિંમતનગર શામળાજી હાઇવે પર રાત્રે શામળાજી તરફથી હિંમતનગર તરફ આવી રહેલી સ્કોર્પિયો રોડ સાઈડના પિલર સાથે અથડાયા બાદ ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી અને અંદર બેઠેલા 6 મુસાફરને ગંભીર ઇજાઓ થઈ હતી, 3 જણાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ત્રણ ઇજાગ્રસ્તને 108માં હિંમતનગર સિવિલમાં ખસેડયા હતા અને ત્રણ મૃતકોના મૃતદેહ ગાંભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી તેમનાં પરિવારજનોને જાણ કરી હતી.

મૃતકોનાં નામ કમલેશ ભૂસર, ધર્મેન્દ્ર વર્મા અને પપ્પુ મામા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે અને તમામ લોકો અમદાવાદના અમરાઇવાડીના હોવાનું અને તેમનાં પરિવારજનોના આવ્યા પછી ઓળખ થવાનું પોલીસે જણાવ્યું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો