Jamnagar
જામનગર (Jamnagar) ના ઠેબા ચોકડી પાસે આજે ઇકો કાર અને છકડો રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા દંપતીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અન્ય 6 વ્યકિતઓને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા છે.
અકસ્માતમાં આખી રીક્ષા પડીકુ વળી ગયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં ઠેબા ચોકડી પાસે ઈકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતા. જેમાં મોડપરમાં રહેતા પ્રેમજીભાઈ અને તેમની પત્નીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
આ પણ જુઓ : હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 8,9 અને 10 જાન્યુઆરીએ વરસાદની આગાહી
ઉપરાંત કાર અને રિક્ષામાં સવાર 6 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.