Heavy Rain
- સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં મેઘમહેરથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
- બે દિવસમાં સૌથી વધારે વરસાદ (Heavy Rain) જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લામાં નોંધાયો છે.
- તેથી આ બંને જિલ્લામાં મેઘમહેરની સાથે મેઘરાજાએ મેઘકહેર પણ મચાવ્યો છે.
- દ્વારકામાં બે દિવસમાં અનરાધાર 25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
- આથી દ્વારકામાં નીચાણવાળા વિસ્તારોમાં હજી પણ પાણી ઓસર્યા નથી.
- દ્વારકાના ગુરૂદ્વારા વિસ્તારમાં હજી 4થી 5 ફૂટ પાણી ઘરોમાં ભરાયેલા છે.
- જ્યારે વધારે નીચાણવાળા વિસ્તારોમાં હજી 8 ફૂટ સુધી પાણી ઘરોમાં ભરાયેલા છે.
- ભારે વરસાદ (Heavy Rain) ના કારણે દ્વારકા જિલ્લાની અંદર પ્રવેશતા 34 સ્ટેટ હાઇવે બંધ છે.
- દ્વારકા જિલ્લાની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં ખંભાળીયા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.
- ખંભાળીયામાં પણ પાણી ઓસર્યા નથી. ભારે વરસાદ (Heavy Rain) થી ખેતરો જળબંબાકાર થતા ખેડૂતોના ઉભા પાક બળી રહ્યા છે.
- તેમજ મોટાભાગના ખેતરોનું ધોવાણ થતા ખેડૂતોની પડ્યા પર પાટા સમાન સ્થિતિ છે.
- ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે.
- નગડીયા ગામના 25 જેટલા ખેડૂતોને ખેતરમાં પાણી ભરાતા નુકસાન પહોંચ્યું છે.
- ભારે વરસાદ (Heavy Rain) થી ઘરોમાં પાણી ઘૂસી જતા અનાજ સહિત લોકોની ઘરવખરી પલળી ગઇ છે.
- ગુરૂદ્વારા વિસ્તારમાં વીજ મીટર સુધી પાણી પહોંચી ગયું હતું.
- આથી લોકોના ઘરની તમામ વસ્તુ પલળી ગઇ છે.
- ઘરોમાં ટેબલ, ખુશી તરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
- તેમજ ઘરની બહાર પાર્ક કરેલી બસો પણ અડધી ડૂબેલી હાલતમાં જોવા મળી રહી છે.
- તો ઘરવખરી સહિત મોટાભાગના ઝુપડા પૂરના પાણીમાં તણાય ગયા છે.
- દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસથી વીજળી પણ ગુલ હોવાથી રાત્રે અંધારપટ્ટ છવાઇ જાય છે.
- દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં અનરાધાર વરસાદથી ગામ બેટમાં ફેરવાયું છે.
- ગામમાં માથાડૂબ પાણી ભરાયા છે. ગામના મકાનો અડધા ડૂબી ગયા છે.
- ગામના લોકો ઉંચાઇવાળા મકાન હોય ત્યાં આશરો લીધો છે.
- ગામની બજારોમાં જાણે નદીમાં ઘોડાપૂર આવ્યું તેમ પાણી વહી રહ્યા છે.
- ગામમાં પાણી ઘૂસા જતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે.
- ગામમાં જવા-આવવાના તમામ રસ્તાઓ બંધ થઇ ગયા છે.
- કુદરતી આફતથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ (Heavy Rain) થી નાના-મોટા તમામ ચેકડેમો સાથે મોટા જળાશયો પણ સંપૂર્ણપણે ભરાઇ જતા ઓવરફ્લો થયા છે.
- જેમાં ખંભાળીયાનો ઘી ડેમ, સિંહણ ડેમ, મહાદેવીયા ડેમ, વર્તું-1 ડેમ, સોનમતી ડેમ, મિણસાર ડેમ, વેરાડી-1 અને વેરાડી-2 ડેમ, શેઢા ભાડથરી ડેમ, કબરકા ડેમ, ગઢકી ડેમ, કંડોરણા ડેમ સહિત તમામ ડેમો તેની સપાટીથી ભયજનક સપાટીએ ઓવરફ્લો થઇ ગયા છે.
- પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભારે પવન અને વરસાદના લીધે જગતમંદિરનું શિખરદંડ તૂટી ગયું હતું.
- ભારે પવન અને વરસાદના લીધે જ્યાં મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવે છે તે દ્વારકાધીશ મંદિરની શિખર ધ્વજા ચડાવાનો દંડ તૂટ્યો હતો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News