Astrology : 7 જુલાઈ થી 13 જુલાઈ સુધીનું સાપ્તાહિક રાશિફળ જાણો

પોસ્ટ કેવી લાગી?

Astrology

 • 7 જુલાઈ થી 13 જુલાઈ સુધીના દિવસો તમારા માટે કેવાં રહેશે ? જ્યોતિષ (Astrology) પ્રમાણે તમારું સાપ્તાહિક રાશિફળ તે જાણો.

મેષ (અ ,લ, ઈ)

 • પોઝિટિવઃ- આ સપ્તાહ તમે તણાવ મુક્ત રહેશો. તમારા સપના અને મહત્ત્વકાંક્ષાઓને પૂર્ણ કરવાનો દિવસ છે. દૈનિક આવક બાબતે અઠવાડિયું શુભ ફળદાયી સિદ્ધ થશે. અચાનક લાભ થશે અને અચાનક કોઈ જૂનો મિત્ર મળવાની શકયતા છે. ભાઇઓ સાતે ચાલી રહેલો વિવાદ પૂર્ણ થશે તથા એકબીજા સાથે સંબંધ ફરીથી મધુર થશે.
 • નેગેટિવઃ– કોર્ટ કેસ સંબંધિત મામલાઓ સ્થગિત જ રાખો. ધ્યાન રાખો કે, ભાવુકતામાં કોઇ નિર્ણય ખોટો લેવાઇ શકે છે. ખાસ કરીને પૈસાના બાબતે કોઇ ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં.
 • લવઃ– પ્રેમ સંબંધ પ્રત્યે વધારે સંવેદનશીલ રહો. તમારા પાર્ટનર સાથે સમય પસાર કરો.
 • વ્યવસાયઃ– શેરબજાર સાથે જોડાયેલાં લોકોએ સાવધાન રહેવું.
 • સ્વાસ્થ્યઃ– સ્વાસ્થયની બાબતમાં ઠીક સમય હોવાથી ખાવા-પીવામાં નિયમિતતા બનાવી રાખો અને ક્ષમતાથી વધારે કામનો ભાર ન ઉઠાવશો। તથા વાહન સાવધાની પૂર્વક ચલાવો.

વૃષભ (બ, વ, ઉ)

 • પોઝિટિવઃ– આ અઠવાડિયુ તમને સામાન્ય કરતા વધુ શુભ ફળ આપશે। તમે થોડાં સમયથી તમારા સ્થાન પરિવર્તનની યોજના બનાવી રહ્યા છો અથવા કોઇ પ્રોપર્ટી સાથે સંબંધિત કાર્ય કરતાં પહેલાં તેના ઉપર ફરી વિચાર કરી લો. આ સમયે તમારા કાર્યોમાં તમને સફળતાની પ્રાપ્તિ થશે.
 • નેગેટિવઃ–  અઠવડિયાના શરૂઆતના સમયમાં મુશ્કેલીઓ, અવરોધ અને સ્વાસ્થય સંબંધી તકલીફ રહેશે. કયારે કોઈ સમય ઈચ્છિત કામ ન પણ થાય. ક્યારેક-ક્યારેક વધારે વિચારવાની જગ્યાએ તણાવ આવી જાય છે જે તમારી કાર્ય ક્ષમતાને પ્રભાવિત કરી દે છે. ભાઇઓ સાથે તમારા સંબંધ મજૂબત થશે.
 • લવઃ– આ સમયે પ્રેમ સંબંધો વધારે મધુર બનશે.
 • વ્યવસાયઃ– અંતિમ ચાર મહિનાથી તમે ધંધા અને ભાગ્યોદય માટે સંઘર્ષ કે વધારે મેહનત કરી રહ્યા હતા જેનાથી હવે છુટકારો મળશે કારણકે શનિ માર્ગી થવા જઈ રહ્યા છે. વ્યવસાયમાં બધી જ ગતિવિધિઓ ઉપર નજર રાખો.
 • સ્વાસ્થ્યઃ– ગળામાં કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થઇ શકે છે.
 • આર્થિક:- આર્થિક વિષયોમાં ખેંચતાણ રહી શકે છે અને નવા કાર્ય શરૂ કરવામાં નુકશાન થવાની શકયતા છે. 

મિથુન (ક, છ, ઘ)

 • પોઝિટિવઃ– સાસરી પક્ષ તરફથી પણ લાભ મળશે. તમે તમારા સંતુલિત સ્વભાવના કારણે બધાનું મન મોહી લેશો. વિદ્યાર્થીઓને પણ ઇન્ટરવ્યૂ અને કરિયર સંબંધિત પરીક્ષામાં સફળતા મળવાની સંભાવના છે.
 • નેગેટિવઃ– આ અઠવાડિયુ તમને નવા કાર્ય માટે અને પિતા માટે અશુભ ફળ આપશે. આળસ અને વધારે આરામદાયક સ્થિતિ તમારા ઉપર હાવી થવા દેશો નહીં. તમારી શારીરિક ઊર્જાને જાળવી રાખો. તેમજ મિત્રો સાથે વધારે સંપર્કમાં રહેવુ નહીં.
 • લવઃ–  જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા રહેશે અને તમે બન્ને એકબીજાને સહયોગ કરવાના અવસર ચુકશો નહી. પ્રેમ સંબંધોને પારિવારિક સ્વીકૃતિ મળવાથી મન પ્રસન્ન રહેશે.
  વ્યવસાયઃ–  ભૌતિક સુખ માટે શુભ સમય છે. વ્યવસાયમાં યોગ્ય અવસર પ્રાપ્ત થશે.
  સ્વાસ્થ્યઃ– આ સમયે સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.

કર્ક (ડ, હ)

 • પોઝિટિવઃ–  જે જાતક લેખન કે સંચારના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો આ સમય એમની પ્રગતિની શકયતા પ્રબળ છે. લોન કે ઉધરાણી માટે પણ લાભદાયી સમય છે. મનમાં થોડી રચનાત્મક સંબંધિત યોજનાઓ બનશે. ધાર્મિક ક્રિયાઓમાં રસ વધશે.
 • નેગેટિવઃ– વિરોધીઓ દ્વારા થોડી મુશ્કેલીઓ સામે આવશે. હવે તે તમારા ઉપર નિર્ભર કરે છે કે, તમે તેમાં કઇ રીતે વિજય પ્રાપ્ત કરી શકો છો.
 • લવઃ– આ અઠવાડિયામાં જીવનસાથી સાથે બહાર ફરવા જવાની શકયતા છે. ઘરમાં કોઇ મુદ્દાને લઇને તણાવ ના ઉત્પન્ન થાય તે વાતનું ધ્યાન રાખવું.
 • વ્યવસાયઃ– લાંબા સમયથી નોકરી કે ધંધામાં તમારા હાથ નીચે કામ કરતા માણસથી જે તકલીફ થઈ રહી હતી અત્યારે એ ઓછી થશે. કાર્યસ્થળ ઉપર જેટલી મહેનત કરશો તેના પ્રમાણે તમને પરિણામ મળશે.
 • સ્વાસ્થ્યઃ– સ્વાસ્થયની વાત કરો તો આંખોમાં દુખાવો કે બળતરાની ફરિયાદ રહી શકે છે. વાહન સાવધાની પૂર્વક ચલાવો.

સિંહ (મ, ટ)

 • પોઝિટિવઃ– સંતાનની તરફ થી સારા સમાચાર મળશે.કોઈ સારા વિશ્વાસપાત્ર માણસ સાથે સંબંધ બનશે. થોડાં સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની દુવિધાથી મુક્તિ મળશે તથા પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. અચાનક કોઇ અસંભવ કાર્ય બનવાથી મનમાં અતિ પ્રસન્નતા રહેશે.
 • નેગેટિવઃ– સૂર્યના પાપગ્રહ રાહુ પરથી પસાર થવાના કારણે તમારા અંદર થોડો ગુસ્સો રહેશે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓની ચોરી થવાની કે ખોવાઇ જવાની આશંકા છે. તેનું પાછુ મળવું પણ અસંભવ રહેશે.
 • લવઃ– જીવનસાથી તથા માતા-પિતા સાથે સંબંધોને ખરાબ થવા દેશો નહીં.
 • વ્યવસાયઃ– નોકરીમાં તકલીફ ઓછી થશે. તમારા બોસ તરફથી પણ સહયોગ મળતું રહેશે. 
 • સ્વાસ્થ્યઃ–  આંખોની તકલીફ થવાની શકયતા છે.બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકો પોતાની કાર્યશૈલી વ્યવસ્થિત રાખે.

કન્યા (પ, ઠ, ણ)

 • પોઝિટિવઃ– આ સમય સારું લાભ થવાની શકયતા છે. તમે થોડાં સમયથી થોડાં સહજ અને આરામદાયક રીતે પોતાનું કામ પૂર્ણ કરી રહ્યા હતાં. પરંતુ હવે તમને અન્યની અપેક્ષાએ સ્વયં જ નિર્ણય લેવાની જરૂર છે.  થોડા સમય થી વિદ્યાર્થીઓને અભ્યાસમાં જે તકલીફ હતી એ દૂર થશે અને એમની એકાગ્રતા સમજશક્તિ અને સ્મરણશક્તિમાં વૃદ્ધિ થશે. 
 • નેગેટિવઃ– તમારે તમારા સ્વભાવ અને ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવું જોઇએ. તમારો અધિકાર અને ગુસ્સો પૂર્ણ દૃષ્ટિએ અન્ય લોકોને નુકસાન પહોંચાડી શકે છે.
 • લવઃ– ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.
  વ્યવસાયઃ– નોકરીકે ધંધામાં વધારે ધ્યાન આપવું. નોકરિયાત લોકોએ નાની યાત્રા કરવી પડી શકે છે.
  સ્વાસ્થ્યઃ– ખાવાપીવામાં અને કસરત ઉપર ધ્યાન આપો.

તુલા (ર, ત)

 • પોઝિટિવઃ– આ સપ્તાહ તમારી મહેનત અને પરિશ્રમ રંગ લાવશે. જેનાથી તમારું મન હળવું થઇ જશે તથા તમારી યોગ્યતા અને ક્ષમતા ઉપર પણ તમને ગર્વ થશે. માતાની તબીયતમાં સુધાર થશે. માતા પ્રત્યે તમારા લાગણી વધશે. કોઇ શુભ સમાચારની પ્રાપ્તિ પણ સુખ આપશે.
 • નેગેટિવઃ– ખર્ચ વધવાની શકયતા પ્રબળ છે. સમય અને સ્થિતિનું સંપૂર્ણ ધ્યાન રાખો. સાથે જ, તમારો ગુસ્સો તમારી યોજનાઓને ખરાબ કરી શકે છે.
 • લવઃ– સંબંધોમાં તણાવ આવવા દેશો નહીં.
 • વ્યવસાયઃ– વ્યવસાયમાં વિસ્તારની જે રૂપરેખા બનાવી હતી, તેના ઉપર કાર્ય થશે.
 • સ્વાસ્થ્યઃ– અપચાની પરેશાની રહેશે તેથી ખાનપીનમાં ધ્યાન આપવું।

વૃશ્ચિક (ન, ય)

 • પોઝિટિવઃ– આ સપ્તાહના પૂર્વાર્ધ તમારા માટે આર્થિક દૃષ્ટિથી લાભદાયી રહેશે.તમે ઉત્સાહથી પરિપૂર્ણ રહેશો. સમય પરિવારની દેખરેખ સાથે હસી-મજાક અને મનોરંજનમાં વ્યતીત થશે. ઘરમાં જૂના મિત્રો સાથે અચાનક મુલાકાત થશે.
 • નેગેટિવઃ– ખર્ચના મામલે વધારે દરિયાદિલી રાખશો નહીં. બજેટ ઉપર નિયંત્રણ રાખો. નહીંતર પછતાવું પડી શકે છે. ઘરના કોઇ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યમાં નબળાઇ જોવા મળશે.
 • લવઃ– પ્રેમ સંબંધમાં અભિવ્યક્તિ પણ સારી રીતે કરી શકશો. ઘરનું વાતાવરણ સારું રહેશે.
 • વ્યવસાયઃ– સેલ્સ, માર્કેટિંગ, કંસલટેંસી, શિક્ષા, ભાષણકલા વગેરે સાથે સંકળાયેલા જાતકોને સારો લાભ થશે. મશીનરી તથા ઔજાર સાથે સંબંધિત વ્યવસાયમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે.
 • સ્વાસ્થ્યઃ– કોઇપણ જોખમી કાર્ય કરવાથી બચવું.

Letter : PI ની બદલી પર સ્વામીને ઉદ્દેશી પત્રમાં લખી આ ચોંકાવનારી વાત, કે અમને પણ…

ધન (ભ, ધ, ફ, ઢ)

 • પોઝિટિવઃ– તમારી સફળતા, તમારી પ્લાનિંગ ઉપર નિર્ભર કરે છે. પરિશ્રમ દ્વારા ધન એકઠું કરવાના નવા સ્ત્રોત બનશે. તમારો ઉત્સાહ અને જોશ જળવાયેલો રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ઉપર ગંભીરતાથી ધ્યાન આપશે તો સફળ થશે.
 • નેગેટિવઃ– પિતા કે તમારા માન-સન્માનને કોઈ ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખશો. ધન આગમન સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. ધન રોકાણ કે જમીન ખરીદારી કરતાં પહેલાં યોગ્ય તપાસ કરી લો.
 • લવઃ– તમારા જીવનસાથીના પૂરો સપોર્ટ મળતો રહેશે। પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં તમે તાલમેલ બેસાડવામાં સક્ષમ રહેશો.
  વ્યવસાયઃ– નોકરીયાત વર્ગના લોકોને બૉસનો સારો સહયોગ પણ મળતો રહેશે। તમને વ્યાપારમાં શુભ ફળ મળશે. વેપાર વિસ્તારની નવી-નવી યોજનાઓ ઉપર તમે વિચાર કરશો.
  સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લઇને આ સપ્તાહ સાવધાન રહેવું.

મકર (ખ, જ)

 • પોઝિટિવઃ– આવકના નવા સ્ત્રોત મેળવશો. આજે કોઇ કામ અથવા યોજનાની રૂપરેખા બનાવીને તેના ઉપર અમલ કરશો તો સફળતા મળશે. પ્રશંસાના પાત્ર પણ રહેશો. સમયની ચાલ તમારા પક્ષમાં રહેશે.
 • નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક તમારી બેદરકારી અને આળસની સ્થિતિ ઉત્પન્ન થવાથી તમે તમારા કામથી ધ્યાન ભટકાવી શકો છો. તમે નિરાશાના શિકાર બનશો. 
 • લવઃ– થોડાં સમયથી ચાલી રહેલાં વૈવાહિક સંબંધોમાં મનમુટાવ હવે દૂર થઇ જશે.
  વ્યવસાયઃ– કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. અને એના કારણે તમારા યશ સન્માન અને પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચી શકે છે. તમારી વ્યવસાયિક યોજનાઓ કોઇ સામે વ્યક્ત કરશો નહીં.
  સ્વાસ્થ્યઃ– તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ (ગ, સ, શ, ષ)

 • પોઝિટિવઃ– માનવ જીવનનો સાચો અર્થ શું છે અને પોતાનો સમય અન્યની મદદમાં લગાવવાથી તમને હાર્દિક સુખ પ્રાપ્ત થશે.
 • નેગેટિવઃ– મોટા ભાઈ-બહેન પણ ખાસ મદદ નહી કરે. આથી તેમના પ્રત્યે થોડી નફરતની ભાવના આવશે. તમે વાતચીતમાં નિપુણ રહો છો પરતુ જો વધારે બોલવાની આદત હોય તો થોડું સાવધાન રહો, કોઇ સ્થાને ફસાઇ શકો છો.
 • લવઃ– પતિ-પત્નીના સંબંધ સામાન્ય રહેશે.
 • વ્યવસાયઃ– જમીન-જાયદાદ સાથે સંબંધિત વ્યવસાયમાં સારી ડીલ થઇ શકે છે.
 • સ્વાસ્થ્યઃ– વાયરલ તાવ જેવી કોઇ સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

મીન (દ, ચ, થ, ઝ)

 • પોઝિટિવઃ– આર્થિક દૃષ્ટિથી લાભદાયી અને પરિવારના સહયોગ આપતું રહેશે. થોડી યોજનાઓની તમે રૂપરેખા બનાવશો જે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થશે.
 • નેગેટિવઃ– મનોરંજન સાથે-સાથે પોતાના અપૂર્ણ કાર્યનો પણ ધ્યાન રાખો. કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. અને એના કારણે તમારા યશ સન્માન અને પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચી શકે છે
 • લવઃ– પારિવારિક સભ્યો સાથે સંબંધ મજબૂત રહેશે. દામ્પત્ય જીવન સારું રહેશે।
 • વ્યવસાયઃ– વ્યવસાયમાં કોઇ ફાઇલ કે પેપર ન મળવાથી ચિંતા રહેશે.
 • સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Helo :- Follow
 • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures