Ahmadabad
- અમદાવાદ (Ahmadabad) માં શનિવારે જોરદાર વરસાદી માહોલ જામ્યો હતો.
- તથા રવિવારની વહેલી સવાર સુધી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.
- અમદાવાદ શહેરમાં શનિવારે સાંજે 5 વાગ્યાથી વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ચાર કલાક સુધી ભારે વરસાદ વરસ્યો હતો.
- આ કારણે અમદાવાદનાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
- જો કે, સરસપુર અને ચમનપુરા વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાતાં તંત્રની કામગીરી પર અનેક સવાલો પણ ઉઠ્યા છે.
- વરસાદને કારણે અમદાવાદ (Ahmadabad) ના સરસપુરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
- તેમજ શારદાબેન હોસ્પિટલ આસપાસ નદી જેવો માહોલ જોવા મળ્યો હતો.
- આ ઉપરાંત સરસપરની શાળા નં.-26 પાસે પણ વરસાદી પાણી ભરાયા હતા.
- તથા ચમનપુરા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
- જો કે, વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી ઓસર્યા ન હતા.
- જેને કારણે AMC ની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
- જો કે, અમદાવાદ (Ahmadabad) માં શહેરમાં શનિવારે દિવસભરના ઉકળાટ બાદ સાંજના સમયે વરસાદી માહોલ જામતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
- છેલ્લા બે દિવસથી વાદળો છવાતા હતા પણ વરસાદ ન પડતાં લોકો નિરાશ થતાં હતા
- પરંતુ આજે લાંબા સમય બાદ સારો વરસાદ પડતાં શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી.
- તો શનિવારે સાંજે ૫ થી ૯ વાગ્યા દરમિયાન વિવિધ વિસ્તારોમાં અડધોથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
- અમદાવાદ શહેરના ઉસ્માનપુરામાં ૧૩ મીમી, ચાંદખેડામાં ૭.૫૦ મીમી, રાણીપમાં ૮ મીમી, બોડકદેવમાં ૧૧.૫૦ મીમી અને ગોતામાં ૧૭.૫૦ મીમી વરસાદ પડયો હતો.
- તો દુધેશ્વરમાં ૧૮.૫૦ મીમી, નરોડામાં ૧૯ મીમી, કોતરપુરમાં ૧૬.૫૦ મીમી અને વટવામાં ૧૮ મીમી વરસાદ પડયો હતો.
- તેમજ વરસાદના કારણે કેટલાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
- શહેરના પૂર્વ વિસ્તારોમાં ૬ વાગ્યા પછી વરસાદ પડયો હતો અને ત્રણ કલાકમાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow