• પોરબંદર ઘેડ પંથકના 22 ગામો બેટમાં ફેરવાયા
  • નવસારીમાં 14 ગામના રસ્તાઓ બંધ
  • રાજ્યમાં ભારે વરરસાદથી જનજીવન  થયું પ્રભાવિત 
  • તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ

રાજ્યમાં ભારે વરરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.. સુરત જિલ્લાના 4 તાલુકાના 33 રસ્તા બંધ થયા છે.. નવસારી જિલ્લામાં 14 ગામોમાં જવાના રસ્તા બંધ થયા છે તો પોરબંદર ઘેડ પંથકના 22 ગામોમાં જવા માટેના રસ્તા પર પાણી ફરીવળતા રસ્તા બંધ થયા છે. ભારે વરસાદને પગલે પોરબંદરના ઘેડ પંથકના 22 ગામો બેટમાં ફેરવાયા છે. 22 ગામોમાં જવા માટેના તમામ રસ્તાઓ બંધ થઇ ગયા છે.  રસ્તાઓ બંધ થતો લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને મોટાપાયે નુક્સાન થયું છે.. ચારે તરફ પાણી જ પાણી હોવાથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.

નવસારીમાં ભારે વરસાદને લઈને 14 ગામના રસ્તાઓ બંધ કરતા ગામના લોકોએ 10 કિ.મી ફરીને ઘરે જઈ રહ્યા છે.રસ્તાઓ બંધ થતા અને ઘરોમાં પાણી ભરાતા સમસ્યાને પહોંચી વળવા નવસારી પાલિકા દ્વારા કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી છે. સુરત જિલ્લાના 4 તાલુકાના 33 રસ્તા બંધ છે જેમાં એકલા બારડોલીના જ 20 રસ્તા બંધ થઇ ગયા છે.  તાપી જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા આઠ જેટલા રસ્તા બંધ થઇ ગયા હતા.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024