- ગુજરાતના માથે હવે ‘હિકા’ વાવાઝોડાનું સંકટ આવી ઉભું રહ્યું છે.
- અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે જે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.
- આ વાવાઝોડું 4 અને 5 જૂનના રોજ રાજ્યના ઓખા, દ્વારકા અને મોરબી થઈ કચ્છ તરફ જવાની શંકા છે.
- ગુજરાતમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશનને લઈને દ્વારકાના ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
- હવામાનએ આગાહી કરી છે તે પ્રમાણે , આ વાવાઝોડું ગુજરાતમાં કલાકના 120 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
- હવામાન વિભાગ દ્વારા 2 થી 4 જૂન વચ્ચે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
- ‘હિકા’ વાવાઝોડું કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોમાં થઇ રાજસ્થાન તરફ આગળ વધવાની આશંકા છે.
- અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસથી ડીપ ડિપ્રેશનના કારણે હવે આ વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે.
- 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા હોવાથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દીધી છે.
- ગુજરાતમાં અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી છાંટા પણ જોવા મળ્યા છે.
- અમદાવાદ, રાજકોટ, દાહોદમાં વાદળછાયું વાતાવરણ આજે સવારથી જોવા મળ્યું હતું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News