- હિના ખાન :જે સીરીયલમાં હિના ખાને પ્રસિદ્ધિ મેળવી તેની જ મજાક ઉડાવી!
- હિના ખાન નાના પડદે અક્ષરા બનીને લાંબા સમય સુધી લોકોના મનમાં રાજ કરનારી હિના ખાન હવે જલ્દી જ એક ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.
- ત્યારે “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ” થી બિગ બોસ અને પછી ફિયર ફેક્ટર: ખતરોના ખેલાડીમાં વહૂના પાત્રથી બહાર નીકળીને અક્ષરા અલગ અલગ રૂપમાં જોવા મળી હતી . અને હવે તેમની ફિલ્મ હેક્ડ(Hacked) પણ આવી રહી છે.
- જે સીરિયલે હિનાને સ્ટાર બનાવી તે સીરિયલ માટે જ હિના કંઇક તેવી રાય આપી છે જે ચોંકવનારી ઘટના છે.
- હિના ખાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે “યે રિશ્તા ક્યા કહલાતા હૈ ” મારી પહેલી સીરિયલ હતી.
- પણ હવે હું તેનાથી આગળ વધવા માંગુ છું અને કંઇક નવું કરવા માંગુ છું.
- જો હું આજે પણ તે સીરિયલ કરતી હોત તો હું અત્યારે દાદી કે નાની બની ગઇ હોત.

- હિના ખાને જણાવ્યું હતું કે જ્યાં સુધી તે એ સીરિયલમાં હતી ત્યાં સુધી તે ખાલી ઘરથી સેટ અને સેટથી ઘર બસ બે જગ્યાએ જ જતી હતી. પણ હવે તે આ બધુ છોડીને મેં જાણ્યું કે હું શું-શું કરી શકું છું.

- હિના ખાને જણાવ્યું હતું કે મને લાગે છે કે બિગ બોસ તે શો હતો જેણે મને અલગ ઓળખ આપી.
- અને બિગ બોસ શોના કારણે હું મારા માટે સારી ઊંચાઇઓ મેળવી શકી. હિના ખાને જણાવ્યું હતું કે કે ચણીયાચોળીના તે શોમાં 8 વર્ષ કામ કર્યા પછી તેને છોડવો તે મારો સૌથી સારો નિર્ણય હતો.
- હું એક પાત્રમાં બંધાઇને નહતી રહેવા માંગતી. અને હું અલગ રોલ કરીને મારી પ્રતિભા બનાવવા માંગતી હતી. તેણે જણાવ્યું હતું કે મારા શુભેચ્છકોને ખબર પડવી જોઇએ કે હિના ખાન કોમેડી, થ્રિલર, ડ્રામા, હોરર, રોમાન્સ બધુ જ કરી શકે છે.

- હિનાએ જણાવ્યું હતું કે આઠ વર્ષ સુધી હું ચણિયાચોળી, સલવાર સૂટ અને સાડી પહેરી શો કરતી હતી.હવે મને બીજી વસ્તુઓ દેખાડવાનો મોકો મળ્યો છે.
- વેબ સીરીઝ ડેમેજ્ડ 2 વિષે વાત કરતા હિનાએ કહ્યું કે મેં પહેલીવાર વેબ સીરિઝમાં કામ કર્યું. તેમાં મારું પાત્ર નશામાં જ રહેતું હતું. અને માટે મારે ધ્રુમપાન કરવું પડ્યું. જે રિઅલય રિયલી જીવનમાં મને પસંદ નથી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News