Hitu Kanodia

ગુજરાતના મનોરંજનના કલાકારો માટે સહાયતા કરવા માટે હિતુ કનોડિયા (Hitu Kanodia) એ CM વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. કોરોના સમયથી છ મહિનાથી મનોરંજન જગતના કલાકાર-કસબીઓની સ્થિતિ આર્થિક રીતે ખરાબ બની છે.

ત્યારે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય થાય તેવી માંગણી ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા (Hitu Kanodia) દ્વારા પત્રમાં કરવામાં આવી છે. તો આ સાથે જ તેઓએ કોરોના સમયગાળામાં નવરાત્રિનું આયોજન ન થવું જોઈએ એવો મત કલાકાર હિતુ કનોડિયાએ વ્યક્ત કર્યો છે. 

આ પત્રમાં તેમણે મનોરંજન જગતના કલાકાર-કસબીઓની આર્થિક હાલત માર્ચ-2020થી કોરોના મહામારી અને લોકડાઉનમાં ખૂબ જ કફોડી થઈ ગઈ છે. હિતુ કનોડિયાએ પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, મજબૂરીમાં નાછૂટકે આત્મહત્યાનો માર્ગ અપનાવવો પડે એવા સંજોગો નિર્માણ થયા છે. તેથી ગંભીરતાને ધ્યાનમાં લઈ તાકીદે આર્થિક સહાયની જાહેરાત કરવા રજુઆત કરી છે.

તેમણે કહ્યું કે, એપ્રિલ 2020 થી આજે છ મહિના પછી પણ નાટ્યગૃહો, સિનેમાગૃહો, જાહેર કાર્યક્રમો, પ્રસંગો, મેળાવડા, સરકારી ઇવેન્ટ્સ વગેરે બધું જ બંધ છે અને ક્યારે શરૂ થશે તે અંગે હજી અનિશ્ચિતતા છે. જો કદાચ જલ્દી શરૂ થાય તો પણ પ્રજા પાસે એ માટે ખર્ચ કરવાની આર્થિક જોગવાઈ હશે કે કેમ તે પ્રશ્ન છે.

આ ઉપરાંત કોરોના કાળમા સૌથી પહેલાં બંધ થઈને સૌથી છેલ્લાં મનોરંજન જગત શરૂ થશે. તો કલાકારો કોઈ નિયત કંપનીમાં નિયમિત વેતન લેતા ન હોવાથી તેઓને કોઈપણ બેંકમાંથી આ સંજોગોમાં ધિરાણ કે પર્સનલ લોન મળી શકે એમ નથી. તેથી સરકાર કોઈ સહાય કરે તેવી માંગણી છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024