Hollywood Actor Rock
હોલિવૂડનાં પ્રખ્યાત એક્ટર Rock (Hollywood Actor Rock) અને તેનો આખો પરિવાર કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. રોકની પત્ની અને દીકરીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિશે ખુદ ડ્વેન જોનસને તેનાં ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો. તેણે કહ્યું કે, તેની વાઇફ લોરેન અને તેની 4 અને 2 વર્ષની દીકરી જૈસ્મિન અને ટિઆના પણ કોરોના સંક્રમિત છે.
આ પણ જુઓ : PUBG હજુ પણ આ કારણે કોમ્પ્યુટર પર રમી શકાઈ છે
ડ્વેન જોનસને કહ્યું કે, આ તેમનાં જીવનનું અત્યાર સુધીની સૌથી કઠિન અને પડકારજનક ઘટના છે. તેમણે કહ્યું કે, કોરોનાથી ઠિક થવું અન્ય કોઇ ગંભીર ઇજાથી બિલકુલ અલગ છે. આમાં આપ અંદરથી તૂટી જાઓ છો. જે હું છેલ્લા કેટલાંય સમયથી ઘણી વખત કહી ચુક્યો છું. તેણે કહ્યું કે, ‘મારી પહેલી પ્રાથમિકતા મારાં પરિવાર અને મારા પ્રેમાળ લોકોને બચાવવાની છે.
આ પણ જુઓ : શિલ્પા શિંદેએ ફરી સુનીલ ગ્રોવર પર લગાવ્યા ગંભીર આરોપો
રોક વધુમાં કહે છે કે, કાશ ફક્ત હું જ કોરોના વાયરસથી સંક્રમિત હોત. ‘ તેમનો પરિવાર સ્વસ્થ છે ડ્વેને કહ્યું કે, તેમનાં બાળકોને થોડા દિવસ પહેલાં ગળામાં ખીચ ખીચ થઇ હતી જે બાદ તેઓ ઠિક થઇ ગયા હતાં. હાલમાં આખો પરિવાર આઇસોલેનશનમાં છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.