Honeytrap crime in Thara solved

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ હેનીટ્રેપના ગુનાનો ભેદ ઉકેલાયો છે. જમીન વેચાણના નામે ઇસમને ઘરે બોલાવી આરોપી મહિલા સાથે ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી આરોપીઓ દ્વારા ઇસમ જોડે થી બાઈક સહિત મોબાઈલ ફોન બળજબરીપૂર્વક કઢાવી એક લાખની માંગણી કરી આચર્યો હતો. ગુનો જે આધારે થરા પોલીસે હનીટ્રેપમાં ફસાવનાર પાંચ આરોપીની અટકાયત કરી આગળ ની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો મિલ્કત સંબંધી ગુના અટકાવવા સારૂ પેટ્રોલીંગમા હતા. દરમ્યાન થરા પોલિસ સ્ટેશનમાં હનીટ્રેપના ગુનાના આરોપીઓએ આ કામના ફરીયાદીને આરોપીઓએ પુર્વ આયોજીત રચના કરી આરોપીઓ પોતાની ખેતીની જમીન વેચાણ આપવાની છે અને ફરીયાદી ને પોતાના ઘરે બોલાવી ફરીયાદી અને આરોપી મહિલા સાથેના ફોટા પાડી લઇ આ કામના આરોપીઓએ ફરિયાદી ને છરી ભરાવી તને જાનથી મારી નાખવા તેમજ બદનામ કરવાના ઈરાદે ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક એક લાખની માગણી કરી હતી.

આરોપીઓએ ફરીયાદીનો સાદો મોબાઇલ તેમજ મોટર સાયકલ બળજબરી પુર્વક કઢાવી લીધેલ હતું જે હનીટ્રેપનો ગુનો થરા પોલીસ મથકે દાખલ થયેલ હોય જે ગુનાની ગંભીરતા લઇ આ ગુનાના આરોપીઓ ( 1 ) સંજયજી વિરમજી ઠાકોર રહે.તાંતીયાણા કાંકરેજ ( 2 ) કિરણજી વિનાજી ઠાકોર રહે.ખેંગારપુરા કાંકરેજ ( 3 ) નેમાભાઇ ઉર્ફે માધાભાઇ સગથાભાઇ જણમોલ રહે.થરા કાંકરેજ સહીત બે મહિલા નાઓને તાત્કાલિક પકડી પાડી આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન તેમજ મોટર સાયકલનો મુદામાલ કબ્જે કરી હનીટ્રેપના ગુનાનો ભેદ ઉકેલી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024