Patan : પાટણનાં ખલીપુર રેલવે ટ્રેક ઉપરથી બુધવારના રોજ કોઈ અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. રેલવેની અડફેટે આવી જતા યુવકનું મોત થયું હતું. જેને લઈ ચકચાર મચી છે. બનાવના પગલે રેલવે પોલીસે ઘટના સ્થળે લાશનું પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપી આગળની તજવીજ હાથ ધરી છે.
આ બાબતે મળતી હકીકત મુજબ બુધવારની વહેલી સવારે પાટણથી ભીલડી તરફ જતી રેલવેની અડફેટે અગમ્ય કારણોસર કોઈ યુવાન આવતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ લોકોને થતાં ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતાં.
આ બનાવની જાણ રેલવે પોલીસને કરતાં તેઓએ ઘટના સ્થળે દોડી આવી અજાણ્યા યુવાનની લાશનું પંચનામું કરી લાશને પીએમ અર્થ હોસ્પિટલ ખાતે ખસેડી અજાણ્યા યુવકના પરિવારની ભાળ મેળવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.