6 month old daughter
મોરબીના માળીયા તાલુકાના માણાબા ગામમાં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના દંપતી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયા બાદ ગુસ્સે ભરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. તેમજ પતિના મનમાં એટલી હદે ગુસ્સે ભરાયો હતો કે પોતાની 6 મહિનાની દીકરીનો (6 month old daughter) જોરદાર ઘા કર્યો હતો. તેથી 6 મહિનાની પુત્રીનું મોત થયું હતું. આ અંગે માળીયા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
માળીયા તાલુકાના માણાબા ગામે ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના વતની કમલસિંગ ઉફે કમલેશભાઈને તેની પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. પતિ પત્ની સાથેના ઝઘડામાં એટલી હદે ગુસ્સે ભરાયો હતો કે તેના સારા-નરસાનું વિવેકભાન રહ્યું ન હતું. તથા ગુસ્સે ભરાયેલા પતિ કમલેશભાઈએ પોતાની પત્નીને ખોળામાં રમતી છ માસની ફૂલ જેવી પુત્રી (6 month old daughter) સવીનાને ઊંચકીને જોરદાર પટકી હતી.
માસૂમ પુત્રીનું સ્થળ ઉપર જ પ્રાણપ્રખેરું ઉડી ગયું હતું. તેમજ પતિએ પત્ની ઉપર પણ લાકડીથી હુમલો કર્યો હતો. આ બનાવમાં પત્નીને ગંભીર ઇજા પહોંચી હતીઅને છ માસની પુત્રીનું મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. પોલીસે જણાવ્યું હતું કે ,પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પતિના ગુસ્સામાં નિર્દોષ બાળકીનો ભોગ લેવાયો હતો
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.