• હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કેસમાં આ વખતે પોલીસે જ ફેંસલો કરી દીધો છે.
  • હૈદરાબાદ પોલીસ સાથે થયેલી અથડામણમાં ચારેય આરોપીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે.
  • નોંધનીય છે કે, અત્યારે સાઈબરાબાદ પોલીસની કમાન એવી વ્યક્તિના હાથમાં છે જેને એન્કાઉન્ટરના સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે.
  • સાઈબરાબાદ પોલીસના કમિશનર વી.જે.સજ્જનાર છે.
  • માત્ર રેપ આરોપીઓને જ નહીં પરંતુ તેઓ માઓવાદીઓના એન્કાઉન્ટર ટીમનો હિસ્સો પણ રહ્યા છે. હૈદરાબાદમાં પોલીસ કમિશનર તરીકે તેમણે દોઢ વર્ષ પહેલાં કમાન સંભાળી હતી.
  • આ એન્કાઉન્ટર બાદ દરેક વ્યક્તિ સાઇબરાબાદના પોલીસ કમિશ્નર (Cyberabad Police Commissioner) વી.સી. સજ્જનાર (V.C. sajjanar)ના વખાણ કરી રહ્યા છે.
  • તેના કારણે પોલીસની આ કેસ પર ખાસ નજર હતી. ઘટના બાદ તેઓએ કહ્યું હતું કે તેઓ આરોપીઓને તાત્કાલીક પકડી લેશે. અને થવું એવું જ. લગભગ 60 કલાકની અંદર જ પોલીસે આરોપીઓને પકડી લીધા.
  • એક સપ્તાહ બાદ જ પોલીસે આ ઘૃણાસ્પદ અપરાધનો અંત કરી દીધો.
  • સજ્જનાર 2008માં વારંગલના એસપી હતા. ત્યારે આરોપી એસ શ્રીનિવાસ રાવે બે મિત્રો સાથે મલીને એન્જિનિયરિંગની વિદ્યાર્થી પર એસિડ ફેંક્યો હતો. કારણકે તેણે શ્રીનિવાસની લવ પ્રપોઝલ નકારી હતી. ઘટનાની સમગ્ર વિસ્તારમાં ખૂબ આક્રોશ હતો. સજ્જનારની આગેવાનીમાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પરંતુ થોડા કલાકોમાં જ આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવામાં આવ્યા હતા.
  • ત્યારપછીથી સજ્જનાર કોલેજ વિદ્યાર્થીઓ અને તે વિસ્તારના લોકો માટે કોઈ હીરોથી કમ નથી. આ એન્કાઉન્ટર પછી પીડિત કોલેજની છોકરીઓ સજ્જનારના ઘરે પહોંચી હતી અને તેમને માળા પહેરાવીને તેમની સાથે હાથ મીલાવ્યો હતો. કોલેજમાં પણ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ મીઠાઓ વહેંચી હતી અને પોલીસ સમર્થનમાં નારા લગાવ્યા હતા. દુષ્કર્મના આરોપીઓ માર્યા પછી પણ ઘટનાસ્થળે પોલીસ જીંદાબાદના નારા લાગ્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.