પી આર ટી ટીમ દ્વારા કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ ની મુલાકાત લેવામાં આવી હતી…
આઇસીએઆર, નવી દિલ્હીથી સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની મુલાકાતે આવેલ પી.આર.ટી દ્વારા કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદની મુલાકાત લેવામાં આવેલ. જેમાં ટીમના સભ્ય ડૉ. અજીત વૈશ્ય (અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષ, આસામ) અને ડૉ. એલ. ડી. પરમાર (સહ સંશોધન નિયામક, સરદારકૃષિનગર) દ્વારા કૃષિ મહાવિદ્યાલય થરાદના જુદા જુદા વિભાગોની મુલાકાત લેવામાં આવેલ.
ડૉ. આર. એલ. મીના, આચાર્ય, કૃષિ મહાવિદ્યાલય દ્વારા ટીમના સભ્યોનું પુષ્પગુચ્છ આપી શાબ્દિક સ્વાગત કરેલ અને કોલેજ વિશે સંપૂર્ણ માહિતી આપેલ. ત્યારબાદ ટીમના સભ્યોએ કોલેજના વિવિધ વિભાગો અને લેબોરેટરીઓની મુલાકાત કરેલ. જ્યાં તેઓને ડૉ. બી.એમ. નાદ્રે, ડૉ. એમ. એલ. તેતરવાલ, મુકેશ ચૌધરી, ડૉ. મિથલેશ કુમાર,. આર. એમ. પટેલ અને ડૉ. એન. એચ. દેસાઈએ તેઓના વિભાગો અને પ્રયોગશાળાઓ તેમજ વિદ્યાર્થી અને ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓ વિશે વિસ્તારથી માહિતી આપેલ. કૃષિ મહાવિદ્યાલય, થરાદના જુદા જુદા વિભાગોની અધતન પ્રયોગશાળાઓની ટીમ દ્વારા સરાહના કરેલ તેમજ અધિકારીઓને અધતન પ્રયોગશાળા બનાવવા બદલ અભિનંદન આપેલ. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિવિધ વિભાગોમાં તૈયાર કરવામાં આવેલ પ્રદર્શન ગેલેરીની પણ સરાહના કરેલ.
આ દરમિયાન તેઓએ કૃષિ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા કરેલ. ડૉ. અજીત વૈશ્ય અને કોલેજ સ્ટાફ દ્વારા મુલાકાતની યાદગીરી માટે વૃક્ષારોપણ કરવામાં આવેલ. ત્યારબાદ તેઓએ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટેની હોસ્ટેલ ખાતે રહેવા અને જમવાની વ્યવસ્થાની મુલાકાત લઇ સ્વચ્છતા અને વિદ્યાર્થીઓની શિસ્ત માટે કોલેજના આચાર્યશ્રીને અભિનંદન આપેલ.
ત્યારબાદ તેઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદની મુલાકાત લીધેલ. ડૉ. ચેતન દેસાઇ (વૈજ્ઞાનિક, કેવીકે, થરાદ)એ તેમનુ સ્વાગત કરીને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદની વિવિધ ખેડૂત લક્ષી પ્રવૃત્તિઓની માહિતી આપેલ. આ ઉપરાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદની વિસ્તરણ પ્રવૃત્તિ વૃક્ષ, ખેડુત ગેલરી અને પ્રદર્શન વ મ્યુઝિયમ ખંડની મુલાકાત કરાવેલ. ડૉ. સી. કે. દેસાઈ, ડૉ. વી. કે. પટેલ અને . પી. બી. સિંહ દ્વારા પ્રદર્શન વ મ્યુઝિયમ ખંડમા પ્રદર્શીત ખેડૂતોની સફળ વાર્તાઓ, આધુનિક તાંત્રિકતાઓ અને વિવિધ મોડેલની વિસ્તારથી માહિતી આપી તેના ઉપયોગ વિશે જણાવેલ અને ખેડૂતોના સફળવાર્તાની વિડિયો ક્લિપ બતાવેલ. ટીમ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદની કામગીરીની સરાહના કરેલ.
ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તાંત્રિક માર્ગદર્શન આપી તૈયાર કરવામાં આવેલ રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની, કોળાવા, તા. વાવ ખાતે મુલાકાત લીધેલ. માવજીભાઈ પટેલે તેઓને રાજેશ્વર એફપીઓ અને તેની કામગીરી વિશે સંપૂર્ણ માહિતી આપેલ અને જીરાના ગ્રેડિંગ પ્લાન્ટની મુલાકાત કરાવેલ. આ ઉપરાંત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદ, ઈફકો કિસાન સંચાર લિમિટેડ અને રાજેશ્વર એફપીઓના સંયુક્ત ઉપક્રમે સફળતાપૂર્વક કરવામાં આવેલ ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટાઈસીસ પ્રોગ્રામની વિસ્તારથી માહિતી આપવામાં આવેલ. જેના દ્વારા રસાયણિક અવશેષો મુક્ત જીરાનું ઉત્પાદન લઇ ખેડૂતોએ બજારભાવ કરતાં વધુ ભાવ મેળવેલ તેની વિગતવાર માહિતી આપવામાં આવેલ. ટીમ દ્વારા ખેડૂતો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સ્ટાફને અભિનંદન આપેલ.