બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે શહેર ભાજપ કિસાન મોરચા દ્વારા “સેવા અને સમર્પણ અભિયાન” અંતર્ગત પંડિત દિનદયાળજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી

બનાસકાંઠાના થરાદ ખાતે શહેર ભાજપ કિશાન મોરચા દ્વારા પંડિત દિન દયાળજીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેન્દ્રીય પક્ષના નિર્દેશાનુસાર વડાપ્રધાનનો જન્મદિવસ આ વર્ષે ૧૭ સપ્ટેમ્બર થી ૭ ઓક્ટોબર , ૨૦૨૧ સુધી વિભિન્ન કાર્યક્રમોના માધ્યમોથી ” સેવા અને સમર્પણ અભિયાન’ અંતર્ગત થરાદ શહેર ભાજપ દ્વારા સેવા કાર્યો નું આયોજન કરેલ છે .

જેના ભાગ રૂપે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસ નિમિત્તે કિસાન મોરચા દ્વારા પંડિત દિનદયાળજી ને પુષ્પાંજલિ અર્પણ કરી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મ દિવસ નિમિત્તે સેવા વસ્તીની બહેનોને કુલ 71 સાડી વિતરણ કરવામાં આવી હતી ત્યારે કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન કિસાન મોરચા પ્રમુખ ચોથાભાઈ દેસાઈ અને મહામંત્રી નટુભાઈ વાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું .

આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, બનાસબેંકના ડિરેકટર શૈલેષભાઈ પટેલ, શહેર મહામંત્રી પ્રકાશભાઈ સોની, મહામંત્રી જેહાભાઈ હડીયલ,જીલ્લા મહિલા મોરચા પ્રમુખ કોકીલાબેન પ્રજાપતિ, લવજીભાઈ વાણિયા,
પિરાભાઈ નજાર,

ભાજપ સંગઠનના ઉપપ્રમુખ કલાવતીબેન નજાર દ્વારા પ્રાથમિક શાળાના બાળકો ને “સેવા અને સમર્પણ અભિયાન” અંતર્ગત શિવનગર ખાતે પુસ્તકો અને નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ શહેર અને કિસાન મોરચો ભાજપના કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા.