આ અગાઉ પણ કોંગ્રેસ અને વિરોધ પક્ષ દ્વારા અવારનવાર ભાજપ જ્યારે પણ ચૂંટણી જીતે છે, ત્યારે ઈવીએમ પર દોષ ઢોળતા હોય છે. આવા ઘણીવાર આક્ષેપો કર્યા છે કે ભાજપ EVM માં ગોટાળા અને સેટિંગ કરે છે.

પણ આ વખતે વિપક્ષોના આક્ષેપોને લઈને ચૂંટણીપંચે પણ લોકસભાની ચૂંટણી પહેલા જ તમામ રાજકીય પક્ષોને પડકાર ફેંક્યો હતો અને EVMનું જાહેરમાં પરીક્ષણ રાખ્યું હતું. જેમાં ચૂંટણીપંચે એવું કહ્યું હતું કે હવે તમે અમારી નજર સામે જ ઈવીએમને હેક કરીને બતાવો અથવા તેમાં ગોટાળો કરી સાબિતી આપી દો આવા સમયે એક પણ રાજકીય પક્ષના નેતા બે આગેવાનો આગળ આવ્યા નહોતા. 

ભૂતકાળમાં પંજાબ, કર્ણાટક અને છેલ્લે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની ચૂંટણી કોંગ્રેસ અને અન્ય પક્ષે ચૂંટણી જીતી હતી. આ ઉપરાંત ગુજરાતમાં પણ ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો હતો. આ સમયે કોંગ્રેસના કે વિરોધ પક્ષના એક પણ નેતાએ ઇવીએમ પર નિશાન સાધ્યું ન હતું. ઉપરાંત દિલ્હીમાં જ્યારે કેજરીવાલને 70માંથી 67 બેઠકો મળી હતી ત્યારે પણ કોઈએ પણ ઇવીએમની સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો ન હતો, પરંતુ કોંગ્રેસ અને વિપક્ષ જ્યારે પણ ચૂંટણી હારી જાય છે અને ભાજપ કે નરેન્દ્ર મોદી ચૂંટણીમાં સફાયો કરી નાખે છે ત્યારે હારનું ઠીકરું ઈવીએમ પર ફોડવામાં પાડવામાં આવે છે.

2014ની ચૂંટણી યોજાઈ એ સમયે કેન્દ્રમાં કોંગ્રેસના વડપણ હેઠળની યુપીએ સરકાર હતી. એટલે કે ચૂંટણી પંચ કેન્દ્રના તાબા હેઠળ હતું, જ્યારે નરેન્દ્ર મોદી એ સમયે માત્ર ગુજરાતના મુખ્યમંત્રી હતા. આમ છતાં કોંગ્રેસ અને વિરોધ પક્ષોએ એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપ અને મોદીએ ઇ.વી.એમ.માં ગોટાળા કર્યા છે કે તેને હેક કરીને ચૂંટણી જીત્યું છે.

બીજી તરફ આઇટીના નિષ્ણાંતો અને રાજકીય પંડિતો જણાવે છે કે જો મોદી કે ભાજપ સરકાર ઈવીએમને હેક કરી શકતું હોત તો આટલા વર્ષો સુધી પશ્ચિમ બંગાળમાં ભાજપે સપાટો બોલાવી દીધો હોત. તમિલનાડુમા પણ ભાજપ ખાસ કંઈ પણ જીતી શક્યું નથી.

કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોઈ અને ચુસ્ત સલામતી બંદોબસ્ત વચ્ચે કઈ રીતે ઈ વી એમને હેક કરી શકે. આ અંગે સોશિયલ મીડિયા પર લોકો કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતાઓની અત્યંત કડક શબ્દોમાં ટીકા કરી રહ્યા છે તેમજ એકબીજાને મેસેજ લખી રહ્યા છે કે જો મોદી કે ભાજપ સરકાર ફરીથી કેન્દ્રમાં આવશે તો પણ કોંગ્રેસ કે વિરોધ પક્ષોએ ઇ વી એમમાં ગોટાળા થયાનો રાગ આલોપવો જોઈએ નહીં, પરંતુ કોંગ્રેસે અને વિરોધ પક્ષોએ જનાદેશને સ્વીકારી લેવો જોઈએ.

આમ આ રીતે પોતાને મત ન મળે તે માટે મતદારોનું અપમાન કરવું જોઈએ નહીં. આમ કરવાથી લોકશાહીનું અપમાન છે કોઈ આધારપુરાવા વગર ઇ.વી.એમ.માં ગોટાળાના આક્ષેપો કરીને ચૂંટણીપંચને તેમજ ભારતને વિશ્વભરમા બદનામ કરવું જોઈએ નહીં.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.