RTPCR

‘ઈન્ટરનેશનલ અરાઈવલ ગાઈડલાઈન’ અંતર્ગત રીવાઈઝ એસ.ઓ.પી.ની અમલવારી વધુ એક મહિનો લંબાવાઈ

પ્રતિબંધિત દેશમાંથી આવેલા RTPCR ટેસ્ટ નેગેટીવ હોય તેવા વ્યક્તિઓએ ફરજીયાત 0૭ દિવસ માટે ‘હોમ કવોરન્ટાઈન’ થવાનું રહેશે

ઓમીક્રોન વેરીએન્ટના ફેલાવાને રોકવા જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાની અમલવારીની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જે મુજબ પ્રતિબંધિત દેશોમાંથી આવતા વ્યક્તિઓ માટે ૦૭ દિવસ હોમ ક્વોરન્ટાઈન થવાનું ફરજીયાત છે.

ફોજદારી કાર્યરીતી અધિનિયમ- ૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા ગત તા.૦૮/૧૨/૨૦૨૧ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં ભારત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગની ગાઈડલાઈન અનુસાર પ્રતિબંધિત દેશોથી આવેલા અને RTPCR ટેસ્ટ નેગેટીવ હોય તેવા વ્યક્તિઓએ ફરજીયાત 0૭ દિવસ માટે ‘હોમ કવોરન્ટાઈન’ થવાનું રહેશે.

ભારતમાં આવ્યાના આઠમા દિવસે આરોગ્ય વિભાગે ફરીથી ટેસ્ટ કરવાનો રહેશે અને જો રીપોર્ટ નેગેટીવ આવ્યેથી સદરહું વ્યક્તિએ પછીના 0૭ દિવસમાં આરોગ્ય વિભાગના સંપર્કમાં રહી પોતાના આરોગ્યની સ્વયં દેખરેખ રાખવાની રહેશે. તથા હોમ કવોરન્ટાઈન થયેલ વ્યક્તિએ ફરજીયાત સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે એમ ફરમાવવામાં આવ્યું હતું.

જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ગત જાહેરનામા મુજબની સુચનાઓ અને આદેશોની અમલવારી આગામી તા.૩૧ જાન્યુઆરી, ૨૦૨૨ સુધી કરવા ફરમાવવામાં આવ્યું છે. સાથે જ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોટોકોલ (SOP) / માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે તે તમામનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024