દરરોજ સવારે ઉઠ્યા પછી તમારે બ્રશ કરવું જ જોઈએ. જે લોકો પોતાના દાંતની ખાસ કાળજી લે છે, તેઓ તપાસ કર્યા પછી જ ટૂથપેસ્ટ પસંદ કરે છે અને બ્રશ લેતા પહેલા પણ ઘણું વિચારે છે. પરંતુ એકવાર તમે બ્રશ ખરીદી લો, પછી ભૂલી જાઓ અને લાંબા સમય સુધી તે જ બ્રશનો ઉપયોગ કરતા રહો છો. બ્રશ દેખાવમાં ખરાબ ન હોય, પરંતુ થોડા સમય પછી બ્રશ બદલવો જરૂરી હોય છે. લાંબા સમય સુધી એક જ બ્રશનો ઉપયોગ તમારા દાંત અને પેઢા માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

ધ સેન્ટર્સ ફોર ડિઝીઝ એન્ડ કંટ્રો અનુસાર દરેક વ્યક્તિએ દર 3 થી 4 મહિનામાં પોતાનો બ્રશ બદલવો જોઈએ. આનો અર્થ એ પણ નથી કે બ્રશને નુકસાન થયું હોય અને ખરાબ થયો હોય તો તેને ચાર મહિનાના સુધી ચલાવી રાખવો. પરંતુ તમારા બ્રશના રેસા ખરાબ થઇ ગયા છે અને વારે વારે તૂટી જાય છે કે પછી તે સંપૂર્ણપણે વળી ગયા છે, તો તમારે બ્રશને તાત્કાલિક બદલી દેવો જોઈએ, ભલે તમે બ્રશ ખરીદ્યાને ચાર મહિના ન થયા હોય.

બ્રશના બરછટ રેસાને જોઇને જ તમે શોધી શકો છો કે બ્રશ બદલવાનો સમય છે કે નહીં જો બ્રસના રેસા તૂટી રહ્યા હોય, તો તમારે તેને બદલી દેવો જોઈએ. ઘણા લોકો માને છે કે જો સફેદ સ્તર બ્રસના તળિયે જામવાનું શરૂ કરે છે, તો પણ તમારે બ્રશને બદલવું જોઈએ. લાંબા સમય સુધી એક જ બ્રશનો ઉપયોગ તમારા દાંત માટે સારો નથી.

એક દાંતના બ્રસ બનાવતી કંપનીની વેબસાઈટ મુજબ, જો તમને વાયરસ, ફૂગ સંબંધિત ઘણી બીમારીઓ થઈ હોય, તો તમારે સાજા થયા પછી બ્રશ બદલવો જોઈએ. કોરોના વાયરસ દરમિયાન પણ, ઘણા ડોકટરોએ સલાહ આપી હતી કે પોઝિટિવ આવતા દર્દીઓએ પણ નેગેટિવ આવ્યા બાદ પોતાના બ્રશ બદલવા જોઈએ. આ સિવાય, જો બ્રશને એવી જગ્યાએ રાખવામાં આવે, જ્યાં ઘરના અન્ય સભ્યોને પણ પોતાનો બ્રસ રાખે છે અને તમારા પરિવારમાં કોઈ બીમાર પણ પડ્યું હોય, તો તમારે બ્રશ બદલવું જોઈએ. આમ ના કરવાથી તમને ચેપનું જોખમ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024