નિપાહ વાયરસ (Nipah Virus)ડુક્કર, ચામાચીડિયા અથવા સંક્રમિત મનુષ્યો દ્વારા ફેલાય છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલની માર્ગદર્શિકા અનુસાર, જો ચામાચીડિયા કોઈ ફળને ચેપ લગાડે અને કોઈ આ ફળ ખાય તો તેનાથી નિપાહ વાયરસ ફેલાઈ શકે છે.

કેરળમાં કોરોના વાયરસ બાદ નિપાહ વાયરસે માથું ઉંચક્યુ છે, રવિવારે કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કારણે 12 વર્ષના બાળકનું મોત થયું હતું. હાલ વાયરસના (Nipah Virus)ખતરાને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્રએ શહેર અને નજીકના વિસ્તારોમાં આ વાયરસને ફેલાતો રોકવા માટે તૈયારીઓ શરૂ કરી છે.

ઉપરાંત શહેરની કોઝીકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં નિપાહ વાયરસ (Virus) ને ધ્યાનમાં રાખીને ખાસ નિપાહ વોર્ડ (Nipah Ward) શરૂ કરવામાં આવ્યો છે અને માવૂર નજીક ઓમસરી ખાતેની સ્થાનિક હોસ્પિટલના સ્ટાફને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં નિપાહ વાયરસને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે.

નિપાહ વાયરસ ચેપગ્રસ્ત ડુક્કર, ચામાચીડિયા (Bats) અથવા સંક્રમિત મનુષ્યો દ્વારા  ફેલાય છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલની માર્ગદર્શિકા અનુસાર, જો ચામાચીડિયા કોઈ ફળને ચેપ લગાડે અને તેને ખાવામાં આવે તો નિપાહ વાયરસ (Nipah Virus) ફેલાઈ શકે છે. આ માટે ફળોને યોગ્ય ધોવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત જો કોઈ વ્યક્તિનું નિપાહ વાયરસને કારણે મૃત્યુ પામે છે, તો તેનું મૃત શરીર પણ ચેપ ફેલાવી શકે છે. જેને ધ્યાનમાં રાખીને મૃત વ્યક્તિના અંતિમ સંસ્કારમાં પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

નિપાહ વાયરસના લક્ષણો

કફ અને શ્વાસની તકલીફ સાથે સતત તાવ આવવો

માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, ઉલટી, ગળામાં દુખાવો, થાક, ઉંઘની સમસ્યા

એન્સેફાલીટીસના લક્ષણો પણ જોઈ શકાય છે

ઘણીવાર દર્દીને ન્યુમોનિયાના લક્ષણો પણ જોવા મળે છે, આ લક્ષણો બીમાર થયાના 24 થી 48 કલાક પછી જોવા મળે છે

નિપાહ વાયરસનો ઈન્ક્યુબેશન પિરિયડ 5-14 દિવસથી લઈને 45 દિવસનો હોઈ શકે છે.

નિપાહ વાયરસથી બચવાના ઉપાયો

હંમેશા સાબુ અને પાણીથી હાથ ધોવા

કાચા ખજૂરનું ફળ અને તેનો રસ પીવાનું ટાળો

ફળ ખાતા પહેલા તેને સારી રીતે ધોઈ લો

નિપાહ વાયરસથી થયેલા મૃત વ્યક્તિના અંતિમ સંસ્કારમાં સાવચેતી રાખો

જો તમે બીમાર પ્રાણીઓને સંભાળો છો, તો  હાથમાં મોજા અને ચહેરા પર માસ્ક લગાવીને કામ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024