વિટામિન સી (Vitamin C) રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો માટે જાણીતું છે. તે તમારી ત્વચાને સારી કરવાનું કામ કરે છે. વિટામિન સી કોલેજન ઉત્પાદનને ઉત્તેજિત કરી શકે છે. તમે તમારા દૈનિક આહારમાં વિટામિન સીથી ભરપુર ખોરાકનો પણ સમાવેશ કરી શકો છો.
હર્બલ ટી – વિટામિન સીથી સમૃદ્ધ એક કપ હર્બલ ચા બનાવવા માટે તમે તેમાં ફુદીનો, ધાણા, અજમો જેવી વસ્તુઓ મેળવી શકો છો. તે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ તરીકે ઓળખાય છે. તેઓ રેડિકલથી થનારા નુકસાન સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.
ફળોનો રસ- ફળોના રસનો તાજો ગ્લાસ તમને ફ્રેશ રાખે છે, પરંતુ જરુરી ઘણા પોષક તત્વો પણ પૂરા પાડે છે. તમારા દૈનિક આહારમાં તરબૂચ, નારંગી, મોસમી, લીચી અને અનાનસમાંથી બનાવેલા જ્યુસનો સમાવેશ કરો. તેઓ વિટામિન સીથી સમૃદ્ધ છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
મિલ્ક શેક – તમે તેમાં સ્ટ્રોબેરી, કેરી, સફરજન અથવા કીવી જેવા ફળો પણ ઉમેરી શકો છો. તેઓ વિટામિન સીથી સમૃદ્ધ છે. તે ઈમ્યુનિટી વધારવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
અનાનસ પન્ના- અનાનસ વજન ઘટાડવામાં મદદ કરે છે, તંદુરસ્ત હાડકાંને પ્રોત્સાહન આપે છે અને પાચન સુધારે છે. ઘરે પાઈનેપલ પન્ના બનાવો. તે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
લીંબુ પાણી– લીંબુ પાણી તમને હાઈડ્રેટેડ રાખે છે. આ પીણું તમને ચયાપચય અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરી શકે છે. આ માટે તમારે પાણીમાં એક લીંબુ નીચોવાનું છે. થોડું મીઠું અને ખાંડ મિક્સ કરવી પડશે. આ વિટામિન સીથી ભરપુર પીણું છે.
( આ માહિતી માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પહેલા તબીબ અથવા તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરવી.)