BRTS
રાજ્ય સરકાર દ્વારા ગત 2 તારીખે અનલોક-4ની ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી. તેમજ રાજ્યના ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જો કે, અનલોક-4 માં ટ્રેન સહિતની બીજી સેવાઓ શરુ કરવામાં આવી છે. તો હવે અમદાવાદ શહેરમાં બીઆરટીએસ (BRTS) ની સેવા સંપૂર્ણ રીતે શરૂ કરી દેવામાં આવી છે.
- આ પણ વાંચો: AIIMS ને લઈને CM રૂપાણીએ કરી આ મોટી જાહેરાત: રાજકોટ
- આ પણ વાંચો: આ બેંક દ્વારા FD ના વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો
અમદાવાદના શહેરીજનો હવે સવારે 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી BRTS ની બસમાં મુસાફરી કરી શકશે. તો હવે શહેરના 149 ઓપરેશનલ રૂટ પર બીઆરટીએસની બસ દોડશે. જોકે બસમાં મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું ફરજીયાત હશે. તથા બસમાં સવારી કરતા પહેલા પ્રવાસીનું તાપમાન જોવામાં આવશે. તેમજ તેમને સેનેટાઈઝ કર્યા બાદ જ બસમાં પ્રવેશ આપવામાં આવશે. જો કે, આ દરમિયાન બસમાં માત્ર 50% લોકોને જ બેસાડવામાં આવશે.
આ ઉપરાંત સરકારી ગાઇડલાઇન મુજબ ઓટો રિક્ષામાં માત્ર બે પેસેન્જર મુસાફરી કરી શકશે. તો કેબ-ટેક્સીમાં પણ બે મુસાફર પ્રવાસ કરી શકશે, જો સીટિંગ કેપેસિટી 6 કે તેથી વધુ હશે તો ડ્રાઈવર સહિત અન્ય ત્રણ મુસાફરી કરી શકશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.