PM Modi
આજે પીએમ મોદી (PM Modi) એ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસને સંબોધન કરીને મોટુ એલાન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, મોબાઈલ પ્રોડ્કશન માટે ભારત હવે દુનિયામાં પસંદગીનો દેશ બની રહ્યો છે. ભારત સૌથી વધારે વિકસતા મોબાઈલ માર્કેટની સાથે સૌથી ઓછા મોબાઈલ ટેરિફ વાળો દેશ છે.
ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસનુ ત્રણ દિવસ માટે આયોજન થયુ છે. જેના ઉદઘાટન સત્રમાં પીએમ મોદીએ સંબોધન કર્યુ હતુ.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આવનારા ત્રણ વર્ષમાં મારી સરકાર દેશના દરેક ગામડામાં હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા આપવા જઈ રહી છે. અમે ટેકનોલોજીમાં સતત બદલાવ કરી રહ્યા છે.
આ પણ જુઓ : ગુજરાત ભારત બંધમાં કોંગ્રેસ દ્વારા હાઈ-વે પર સળગાવ્યા ટાયર
પીએમ મોદીએ વધુમાં કહ્યુ હતુ કે, આપણે 5G સુવિધાને રોલ આઉટ કરવા માટે એક સાથે મળીને કામ કરવુ પડશે. તેનાથી લાખો ભારતીયોને સશક્ત બનાવી શકશે. મોબાઈલ ટેકનોલોજીના કારણે આજે લાખો ભારતીયોને ફાયદા મળી રહ્યા છે અને ગરીબોનુ પણ ભલુ થઈ રહ્યુ છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.