AWACS

AWACS

ભારત ઇઝરાયેલ પાસેથી આસમાની આંખના હુલામણા નામે જાણીતી બે ફાલ્કન અવાક (AWACS) સિસ્ટમ ખરીદવાની છે. આ મુદ્દે સંરક્ષણ મંત્ર્યાલય નજીકના ભવિષ્યમાં ઇઝરાયેલ સાથે કરાર કરશે. આ કરાર મુજબ ઇઝરાયેલ ભારતને બે ફાલ્કન એરબોર્ન વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ (AWACS) આપશે. ચીન અને પાકિસ્તાનનું જોખમ વધતા ભારત આ સિસ્ટમ ખરીદવા થોડી ઉતાવળ કરે એવી શક્યતા છે.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : રાશનકાર્ડ ગ્રાહકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

આ સિસ્ટમ રશિયાના ઇલ્યુઝિન 76 હેવીવેઇટ વિમાનો પર ફિટ કરવામાં આવશે. આ સિસ્ટમ એરબોર્ન એટલે કે આકાશમાંથી નજર રાખનારી સુરક્ષા યંત્રણા છે. ભારતીય લશ્કર પાસે આ અગાઉથી પણ ત્રણ ફાલ્કન અવાક્સ છે. સંરક્ષણ ખાતાના પ્રવક્તાએ કહ્યું હતું કે આ અવાક્સ અગાઉના અવાક્સ કરતાં વધુ શક્તિશાળી અને વધુ કાર્યક્ષમ હશે. જે ખૂબ દૂર સુધીના ફ્લાઇંગ ઓબ્જેક્ટ્સ પર નજર રાખી શકે એવાં હશે.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : સીરિયામાં અમેરિકા અને રશિયાના સૈનિકો વચ્ચે ઘર્ષણ

સરકારી પ્રવક્તાએ કહ્યું કે સંરક્ષણ મંત્ર્યાલય દ્વારા આંતરિક ચર્ચાવિચારણા સમાપ્ત થઇ ચૂકી હતી અને હવે આ પ્રસ્તાવને કેબિનેટ કમિટિ ઓન સિક્યોરિટી સમક્ષ રજૂ કરાશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024