કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની અનુસુચિત જાતિના સર્વાંગી વિકાસ માટે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ૬૫ ઉપરાંત અનેકવિધ શૈક્ષણિક, સામાજિક, આર્થીક, રોજગારલક્ષી તેમજ આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં છે. આ યોજનાઓનો અનુસુચિત જાતિ વર્ગના લોકો બહોળા પ્રમાણમાં લાભ લઇ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. સરકાર વંચિતો, શોષિતો, ગરીબો અને છેવાડાના લોકોની ઉન્નતી માટે કલ્યાણકારી યોજનાઓ બનાવવા સંકલ્પબદ્ધ છે. અનુસુચિત જાતિ વર્ગના લોકોના સામાજિક અને શૈક્ષણિક પ્રસંગોના ઉપયોગ હેતુ સમગ્ર રાજ્યમાં દરેક જીલ્લા મથકે “ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન” નું ભવ્ય નિર્માણ કરેલ છે જેનો અનુસુચિત જાતિ વર્ગના લોકો બહોળા પ્રમાણમાં લાભ લઇ રહ્યા છે.
હાલમાં અનુસુચિત જાતિ વર્ગના પૂર્વ સ્નાતક અને સ્નાતક કક્ષાના વિધાર્થીઓ પોતાના શૈક્ષણિક અભ્યાસ સાથે સરકારી ભરતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે. રાજ્ય સરકારએ જે રીતે જીલ્લા મથકે “ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન” નું ભવ્ય નિર્માણ કરેલ છે તે મુજબ અનુસુચિત જાતિ વર્ગના સ્નાતક કક્ષાના વિધાર્થીઓ સરકારી ભરતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે હેતુ સમગ્ર રાજ્યમાં દરેક જીલ્લા મથકે “ડૉ.બાબાસાહેબ આંબેડકર લાઈબ્રેરી” નું નિર્માણ થાય તે માટે ખાસ બજેટની જોગવાઈ કરવામાં આવે એવી રજૂઆત પાટણ નગરપાલિકા ના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા એ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર ને રૂબરૂ આવેદનપત્ર આપી રજુઆત કરેલ છે.
રજુઆત વખતે પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના આઈ.ટી.વિભાગ ના સહ પ્રભારી પરેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર નું સામાજિક અને શૈક્ષણિક કક્ષાએ સમાજલક્ષી અને વિધાર્થીલક્ષી હકારાત્મક નિર્ણયો લેવા બદલ રાષ્ટ્ર પુરુષ ડૉ.બાબાસાહેબ આંબેડકર અને પાટણ નો લાડકવાયો વિરમાયા નું પુસ્તક આપી સન્માન કર્યું હતું આ ઉપરાંત તેઓએ પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષ પદ્યુમનભાઈ વાજા અને અનુસુચિત જાતી કલ્યાણ સમિતિ, ગુજરાત વિધાનસભા ના ચેરમેન હિતુભાઈ કનોડિયા ને પણ લેખિત રજુઆત કરેલ છે.