- કોરનાની આપત્તિના સમયમાં છૂટછાટો આપી દીધી છતાં પણ હજુય પહેલાની જેમ જનજીવન સામાન્ય થયું નથી.
- આવા સંજોગોમાં ગુજરાતમાં રહેતાં ગરીબ પરીવારો માટે રાહતનાં સમાચાર સામે આવ્યા છે.
- રાજ્ય સરકાર દ્વારા 15 જૂનથી સતત ત્રીજી વખત વિના મૂલ્યે ગરીબ પરિવારોને અનાજ વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
- રાજ્યમાં અગાઉ લોકડાઉનનાં તબક્કામાં રાજ્ય સરકાર તરફથી NFSA હેઠળ સમા થયેલા 68.71 લાખ રેશન કાર્ડધારકોને વિના મૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતું. ત્રીજીવાર જૂન મહિનામાં પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે.
- 15 જૂનથી આ અનાજ વિતરણ શરુ થશે. અનાજ વિતરણમાં ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનું વિતરણ શરૂ થશે.
- તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રમાણે પણ જૂન મહિનામાં વ્યક્તિ દીઠ 3.50 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા અને પરિવારદિઠ 1 કિલો ચણા વિનામૂલ્યે અપાશે.
- આ અગાઉના લોકડાઉનમાં સરકાર દ્વારા રૂ. 802 કરોડની બજાર કિંમતનું 36.18 લાખ ક્વિન્ટલ અનાજ તેમજ મે મહિનામાં 36.18 લાખ ક્વિન્ટલ અનાજનું વિનામૂલ્યે વિતરણ કરાયુ હતું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News