Deputy CM Nitin Patel

Deputy CM Nitin Patel

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Deputy CM Nitin Patel) વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન કુરાલી ગામે પ્રચાર માટે ગયા હતા. જેમાં તેમની પર ચંપલ ફેંકાતા પોલીસ અને કાર્યકરો ચંપલ ફેંકનારની શોધમાં લાગી ગયા હતા. ભાજપ-કોંગ્રેસના પ્રદેશ હોદ્દેદારો ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે તે દરમિયાન કરજણ તાલુકાના કુરાલી ગામે બનેલા બનાવના પગલે રાજકીય મોરચે ઉત્તેજના વ્યાપી છે.

નાયબ મુખ્યમંત્રીએ ગુંડાધારા,કરજણ શુગર તેમજ વિકાસની યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને કોંગ્રેસ તેના ધારાસભ્યો સાચવી શકતી નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો. સભા પૂરી થયા બાદ નીતિન પટેલ મીડિયા સાથે સંવાદ કરી રહ્યા હતા ત્યારે તેમના પર ચંપલ ફેંકાયુ  હતુ. જો કે ચંપલ એક ચેનલના બૂમ માઇક ઉપર પડયું હતું અને તેથી નીતિન પટેલ બચી ગયા હતા. આ બનાવ બાદ પોલીસ અને ભાજપના કાર્યકરો જૂતૂ ફેંકનારની શોધમાં લાગી ગયા હતા. નાયબ મુખ્યમંત્રી આ બનાવ બાદ તુર્તજ શિનોર તાલુકાના મોટાફોફળીયા ગામે જવા નીકળી ગયા હતા.

આ પણ જુઓ : જામનગરમાં 14 વર્ષની સગીરા સાથે ગેંગ રેપની ઘટના

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાંજે કુરાલી ગામે જાહેરસભા યોજાઇ હતી. જેમાં મંચ ઉપર વડોદરાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી,આણંદના સાંસદ અને પૂર્વ સાંસદ, ગૃહ રાજ્ય મંત્રી, ભરૂચના સાંસદ, કરજણ ભાજપના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત હતા.

કુરાલી ખાતે ડેપ્યુટી સી.એમ.ઉપર ચંપલ ફેંકવાના બનેલા બનાવ અંગે ભાજપના કાર્યકરોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે,પોલીસની હાજરીમાં આ બનાવ બન્યો હોવાથી પોલીસ સામે કાર્યવાહી થવી જોઇએ.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024