New Delhi
નવી દિલ્હી (New Delhi)માં કોરોના મહામારી દરમિયાન છેલ્લા આઠ મહિનાથી રોજ સરેરાશ 11 બાળકો ગૂમ થતાં હોવાનો અહેવાલ મળ્યો હતો. ખાસ કરીને નોર્થ દિલ્હી અને દિલ્હીના સીમાડાનાં બાળકો વધુ ગૂમ થતાં હતાં. નવી દિલ્હીમાં એ દ્રષ્ટિએ પરિસ્થિતિ થોડી સારી હતી.
આશ્વાસનની વાત માત્ર એટલી હતી કે પોલીસ રોજ સાતેક બાળકોને શોધીને તેમના પરિવારોને પાછાં સોંપતી હતી. પોલીસે બાળકોનાં અપહરણમાં સંડોવાયેલા થોડાક બદમાશોને ઝડપી લીધા હતા. તેમની આકરી પૂછપરછ દરમિયાન પોલીસને એવી માહિતી મળી હતી કે એક ગેંગ આ કાર્યમાં સક્રિય હતી.
આ પણ જુઓ : રાજસ્થાનમાં શિક્ષકોની ભરતીના મુદ્દે આંદોલનકારી રોષે ભરાયા
આ લોકો બાળકોનાં અપહરણ કરીને નિઃસંતાન દંપતીઓને વેચતા હતા, સેક્સ્યુઅલ ગેરલાભ લેતા હતા, કૂટણખાને ધકેલી દેતા હતા અથવા બોન્ડેડ લેબર બનાવી દેતા હતા. દિલ્હી પોલીસે આપેલા આંકડા મુજબ 2020ના પહેલા દિવસથી ઑગષ્ટની 31 મી સુધીમાં 2,600થી વધુ બાળકો ગૂમ થયાં હતાં. એમાં સૌથી વધુ બાળકો નોર્થ દિલ્હીના હતા.
આ પણ જુઓ : કૃષિ બિલોના વિરોધમાં આજે ખેડૂતો રસ્તા પર ઉતરશે
આ વર્ષમાં સૌથી વધુ બાળકો જૂન જુલાઇમાં 724 બાળકો ગૂમ થયાં હતાં. આવાં બાળકોમાં આઠ વર્ષથી ઓછી ઉંમરનાં 32 છોકરા અને 17 છોકરીઓનો સમાવેશ થયો હતો. આઠથી બાર વર્ષનાં બાળકોમાં 41 છોકરા અને 20 છોકરીએા હતી. આ 724માંથી 515 બાળકોને પોલીસ પાછાં મેળવી શકી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.