Patan News : પાટણમાં 4 માસ પહેલા ઓલ ઇન્ડિયા કોમ્પ્યુટર એજ્યુકેશન ક્લાસીસ શરૂ કરી ગરીબ અને મધ્યમ વર્ગના 166 બાળકોને પ્રવેશ આપી અંદાજે 8 લાખથી વધુની ફી ઉઘરાવી બંને સંચાલકો રાતોરાત ઓફિસ અને સેન્ટરમાંથી કોમ્પ્યુટર સહિતનો સામાન લઈ રફૂચક્કર થઈ જતાં ક્લાસીસના નામે વાલીઓ સાથે છેતરપિંડી થઈ હોવાનો ભાંડો ફૂટ્યો છે.

પાટણ શહેરનાં ગુંગડી તળાવ પાસે આવેલ અંબિકા શાક માર્કેટ નજીક ભાડાની દુકાનમાં સંજય પ્રજાપતિ અને ગૌરવ રાજપૂત નામના બે શખ્સોએ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર ક્લાસીસના (All India Computer Education) ખોલ્યા હતા. ઓલ ઇન્ડિયા કોમ્પ્યુટર એજ્યુકેશનના નામે ચાર મહિના અગાઉ શરૂ કર્યું હતું. જેમાં 166 વિદ્યાર્થીઓ પાસેથી કોમ્પ્યુટર ક્લાસીસના નામે 8 લાખ રૂપિયાની ફી ઉઘરાવી લીધી હતી. ક્લાસીસ સંચલકોએ વિદ્યાર્થીઓ પાસેથી 3000 થી 9000 સુધીની વસૂલી હતી.

બાદમાં વિદ્યાર્થીઓ શીખવા જતા હતા. આ દરમિયાન છેલ્લા એક મહિનાથી બંને સંચાલકો દુકાન માલિકને અંધારામાં રાખી એક મહિનાનું ભાડું ચૂકવ્યુ ન હતું. જ્યારે માલિકે ભાડાની માંગણી કરી તો કહ્યું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એટલે તમે કલાસીસ બંધ ન કરવો અમે ભાડું આપી દેશુ! આથી માલિકે માનવતા દાખવી હતી. જોકે આ દરમિયાન બને રાત્રે જ સામાન લઈ ક્લાસીસને તાળા મારી ફરાર થઈ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓની હાલત કફોડી બનવા પામી હતી. પોતાના બાળકો સાથે છેતરપિંડી થતા વાલીઓએ બંને સંચાલકો સામે પાટણ બી.ડિવિઝન પોલીસ મથકે નોંધાવતા પાટણ બી.ડિવિઝન પોલીસે ફરાર બંને સંચાલકોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024