Sami

Patan

પાટણ (Patan) માં આજે ધોળાદિવસે બજારમાં યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પાટણના યુવકના રહેણાંક મકાનના રસ્તા બાબતે ફરિયાદને લઇ ઉકેલ ન આવતા તેને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે પાટણમાં બગેશ્વર મહાદેવ પાછળના રસ્તાને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. જેને લઈને યુવકે પોતાની જાત પર કેરોસીન છાંટી આગ ચાંપી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

આગ ચાંપી યુવક પાટણ બજારમાં સળગતી હાલતમાં જ દોડ્યો હતો.

આ પણ જુઓ : અમદાવાદમાં પાર્ક કરાયેલી ખાનગી બસો આગમાં બળીને ખાખ થઈ

પાટણના બજારમાં જ્યારે સળગતી હાલતમાં યુવકને દોડતો જોઇ લોકોએ હિંમત કરીને આગને કાબૂમાં લઈ શકાય તેવી વસ્તુ હાથમાં લઇને યુવકની પાછળ દોડ્યા હતા અને આગ ઓલવી હતી. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024